ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, અહી જાણો કઈ-કઈ મદદ પ્રાપ્ત થશે

353
Published on: 10:49 am, Thu, 12 May 22

હવે રાજ્યના કોઈપણ ખેડૂતને ખેતી, બાગાયત અને પશુપાલન અને સરકારી યોજનાઓ અંગે કોઈપણ પ્રશ્ન, સમસ્યા કે માર્ગદર્શનની જરૂર હોય તો તે હેલ્પલાઈન નંબર 6359011294 અને 6359011295 પર સંપર્ક કરીને યોગ્ય મદદ/માહિતી પ્રાપ્ત કરી શકે છે. ખેડૂતો સવારે 10:30 થી સાંજે 6:00 વાગ્યા સુધી ફોન કરી શકાશે.

જણાવી દઈએ કે, તમે ગુજરાતના કોઈપણ ખૂણેથી ફોન કરીને મદદ મેળવી શકો છો. દેશની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. પરંતુ, દરેકને આ ખેતી અંગે સંપૂર્ણ માહિતી હોતી નથી. જો કોઈ વ્યક્તિ ખેતીને તેના વ્યવસાય તરીકે પસંદ કરવામાં આવે તો તે તેના પૂર્વજો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તકનીકને અનુસરે છે.

ખેતી માટે કોઈ વિશેષ શિક્ષણ કે તાલીમની જરૂર નથી. તેઓ બાળપણથી જે જોયું છે તેને અનુસરે છે. પરંતુ, આજકાલ ખેતીને વધુ આધુનિક બનાવવા માટે કેટલીક તકનીકો ઉપલબ્ધ છે. ખેડૂતો પણ આ તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે.

પરંતુ, જ્યારે તેઓ ખેતી માટે આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે ત્યારે તેમને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. ખેડૂતોને તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા કિસાન કોલ સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે જેમાં ખેડૂતો કોઈપણ સમયે તેમની સમસ્યાઓનું નિરાકરણ મેળવવા માટે કૉલ કરી શકે છે. જણાવી દઈએ કે, ખેડૂતો ટોલ ફ્રી નંબર 1551 અથવા 1800-180-1551 પર કોલ કરી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…