જુઓ કેવી રીતે ફક્ત સાત વીઘામાં ખેતી કરીને ગોપાલભાઈ દર મહીને કમાય છે લાખો રૂપિયા

284
Published on: 11:49 am, Sat, 11 December 21

દેશમાં ઘણા એવા ખેડૂતો છે, કે જેઓ ઓછી જમીનમાં વધુ ઉપવાસ ચાલે વધુ નફો મેળવી રહ્યા છે. હાલાજી ખેડૂતની વાત કરવાના છીએ, કે જેમણે કપાસ અને મગફળીના પાકમાં નુકસાની જતા નવો વિચાર કરી, ખાસ પદ્ધતિથી નવી ખેતી કરીને ત્રણ ગણી આવક કમાઈ રહ્યા છે.

મગફળી અને કપાસની ખેતી કરતા આ ખેડૂત ભાઈને સતત નુકસાની આવતી હતી. પરંતુ હિંમત ન હારી ખેડૂત ભાઈએ પહેલીવાર સૂર્યમુખીની ખેતી કરવાનું વિચાર્યું હતું. ગોપાલભાઈ નભોયાએ સૂર્યમુખીની ખેતી દ્વારા પોતાની કિસ્મત ચમકાવી હતી. ગોપાલભાઈ વિચારતા હતા કે, ‘મારી પાસે ફક્ત સાત વીઘા જમીન છે, તો આ જમીનમાં ડબલ પાસ કેવી રીતે લઈ શકાય? અને કેવી રીતે વધુ ને વધુ કમાણી કરી શકાય’

આ વિચાર આવ્યા બાદ, ગોપાલભાઈ એ અજમાની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. અને સાથોસાથ અજમાના ક્યારાની ફરતે સૂર્યમુખી વાવવાનો પણ નિર્ણય કર્યો હતો. પાંચ હજારનો ખર્ચ કરી ગોપાલભાઈએ પાંચ વિઘામાં આ બંને છોડનું વાવેતર કર્યું હતું. અજમા અને સૂર્યમુખીની ખેતી નો સમય પાંચથી છ મહિનાનો છે. એક વિઘે અજમા 20 કિલો અને સૂર્યમુખી 10 મણ ઉતરશે તેઓ ગોપાલભાઈ અનુમાન લગાવ્યું છે. જ્યારે સૂર્યમુખી નો પાક તૈયાર થઇ જાય ત્યારે હલર કે જેસરમાં કાઠી તેમાં રહેલા બીજ અલગ કરવામાં આવે છે.

હાલ માર્કેટયાર્ડની વાત કરીએ તો, એક મણ સૂર્યમુખી નો ભાવ 1200 થી 1400 રૂપિયા છે. સાથોસાથ અજમાનો ભાવ 2500 રૂપિયા છે. ગોપાલભાઈ જણાવતા કહ્યું છે કે, આ વખતે અજમા અને સૂર્યમુખી બંને 50 50 મણ થાય તેવી ધારણા કરવામાં આવી છે.

મહત્વની વાત તો એ છે કે, ગોપાલભાઈએ આ સંપૂર્ણ ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરી છે. આપા કોઈપણ જાતની રાસાયણિક દવા કે ખાતર નાંખવામાં આવ્યું નથી. સાથોસાથ ગોપાલભાઈ અન્ય ખેડૂતોને જણાવતા કહ્યું છે કે, દરેક ખેડૂતોએ અલગ પ્રકારની ખેતી કરી પોતાની આવક અને ઉપજમાં વધારો કરવો જોઈએ. જેનાથી ઓછા ખર્ચે વધુ કમાણી કરી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…