
હાલમાં દેશની દીકરીઓ અનેકવિધ ક્ષેત્રમાં પોતનું આગવું સ્થાન પ્રાપ્ત કરીને દેશનું તથા સમાજનું નામ રોશન કરી રહી છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. સમગ્ર વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની ગૂગલ દ્વારા ભાગલપુર જિલ્લામાં આવેલ સુલતાનગંજની શાલિની ઝાને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરવાની તક આપવામાં આવી છે.
શાલિની ભાગલપુર જિલ્લાની સૌપ્રથમ દીકરી છે કે, જેની ગૂગલમાં પસંદગી થઈ છે. ગૂગલે ફક્ત 21 વર્ષની શાલિનીને કુલ 60 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ આપ્યું છે. શાલિની સ્થાનિક મુરારકા કોલેજના રસાયણશાસ્ત્ર વિભાગના વડા હતા. તેઓ પ્રો.ઉમેશ્વર ઝાની પૌત્રી તથા કામેશ્વર ઝાની દીકરી છે.
શાલિની ઝા ટૂંક જ સમયમાં ભાગલપુર, સહરસા તથા મધેપુરામાં આવશે. ત્યારપછી ગૂગલમાં જોડાશે. ગૂગલમાં જોડાયા બાદ પણ તેમનો અભ્યાસ શરુ રહેશે. શાલિનીના કાકા વિશ્વેશ્વર ઝા ‘ભગવાન જી’ જણાવે છે કે, શાલિની હાલમાં દિલ્હીમાં ઈન્દિરા ગાંધી દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટી ફોર વુમનથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે.
આ એક ખૂબ જ ગૌરવ તથા આનંદની વાત છે કે, આ દીકરીએ પોતાની અસાધારણ પ્રતિભા તેમજ મહેનતથી આટલી નાની ઉંમરમાં એક મહાન સિદ્ધિ હાંસલ કરીને દરેક પરિવારની સાથે સમગ્ર જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. શાલિની છોકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે કે, જે આત્મનિર્ભર બનીને પરિવારથી દેશનું નામ રોશન કરવા માંગે છે.
એના પિતા ગલવાનો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં મેનેજરની ફરજ બજાવે છે. હાલમાં ભાગલપુરમાં આવેલ સુલતાનગંજમાં રહે છે. તેઓ મૂળભૂત રીતે મહિષી ગામના સહરસાના રહેવાસી છે. શાલિની તેના પિતા કામેશ્વર ઝાને પોતાની પ્રેરણા માને છે.
તેણીના સંયમ તેમજ અભ્યાસ પ્રત્યેના સમર્પણથી શાલિનીએ સતત ગુણવત્તાયુક્ત શિક્ષણથી પોતાને તેમજ તેના પરિવારનું નામ રોશન કર્યું હતું. તેના પિતા જણાવે છે કે, શિક્ષણ એ એક તપ છે કે, જેણે આ તપસ્યા સંપૂર્ણ નિષ્ઠા તેમજ એકાગ્રતા સાથે કરી છે, તેઓ જીવનના બીજા તબક્કામાં ખુશ અને સંતુષ્ટ રહેશે.
શાલિની ઝાને કોલેજના ઓન કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવ (ઈન્દિરા ગાંધી દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટી ફોર વિમેન, કાશ્મીરી ગેટ, દિલ્હી) વખતે ઓસ્ટ્રેલિયન સોફ્ટવેર કંપની એટલાસિયન તરફથી 51.5 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું. ડેટા સ્ટોરેજ કંપની વેસ્ટર્ન ડિજિટલની સાથે 2 મહિનાની ઇન્ટર્નશિપ કર્યા પછી તેને પ્રિ-પ્લેસમેન્ટ ઓફર મળી પણ તેણે ગૂગલમાં તેમના કારકિર્દી પોર્ટલ દ્વારા કેમ્પસની બહાર અરજી કરી હતી.
ઇન્ટરવ્યુના 7 રાઉન્ડ હતા. ઇન્ટરવ્યૂના પરિણામ તેમજ તેના અનુભવ તથા શિક્ષણના આધારે, તેને ગૂગલ ઇન્ડિયામાં સોફ્ટવેર એન્જિનિયર પદ માટે કુલ 60 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. શાલિની જણાવે છે કે, તે હજુ સુધી તેમાં જોડાયો નથી. એણે અભ્યાસ પૂર્ણ કર્યા પછી જુલાઈ વર્ષ 2021 માં ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…