જગદીશ ભાઈએ ખેતીમાં ઉપયોગી એવું જુગાડું મશીન બનાવ્યું કે, ઓછા ખર્ચે થઇ રહ્યું છે સારું વાવેતર

406
Published on: 5:11 pm, Tue, 14 December 21

જુગાડના કારણે ભલભલાની જિંદગી બદલાઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોમાં ખેતી ક્ષેત્રમાં પણ ચોંકાવનારા જુગાડ થયા છે. ખેડૂતો હાલમાં ખેતી દ્વારા લાખોની કમાણી કરી રહ્યા છે. સાથોસાથ ઘણા એવા ખેડૂતો છે, કે જેઓએ ખેતી ક્ષેત્રમાં કંઈક ને કંઈક જુગાડ કરીને સફળ ખેતી કરી બતાવી છે. હાલ આવા જ એક ખેડૂતની અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ, જેઓએ જુગાડથી એવું મશીન બનાવી નાખ્યું કે, હાલ ખૂબ જ ફાયદામંદ અને ઉપયોગી નીવડી રહ્યું છે.

આ જુગાડુ મશીન બનાવનાર ખેડૂતનું નામ જગદીશ પવાર છે. જગદીશભાઈ ડુંગળીની ખેતી કરી રહ્યા છે, સાથોસાથ બીજ રોપવા માટે એવું મશીન બનાવી નાખ્યું છે કે, ચારે બાજુ લોકો વખાણ કરી રહ્યા છે.

આ મશીન ડુંગળીના બિયારણનું મશીન છે. જગદીશભાઈ આ મશીન વિશે વિચારીને ઘણી માહિતી એકઠી કરી હતી. અને ફક્ત પંદર જ દિવસમાં અનોખું મશીન તૈયાર કરી નાખ્યું હતું. અત્યાર સુધી કોઇએ નહોતું જોયું. ફક્ત અઢી હજાર રૂપિયાનો નજીવો ખર્ચો કરી જગદીશભાઈ આ મશીન બનાવી નાખ્યું હતું.

જગદીશભાઈ જણાવતા કહે છે કે, ડુંગળીની ખેતીમાં વાવેતરથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધીમાં ઘણો ખર્ચો થાય છે, પરંતુ આ મશીનથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. જગદીશભાઈએ બનાવેલા આ મશીનના ઉપયોગથી ડુંગળીના બીજનું વાવેતર મફતના ભાવે થશે અને સાથોસાથ પાકનો વિકાસ પણ ખૂબ થશે.

સાથોસાથ જગદીશભાઈ જણાવે છે કે, આ મશીન દ્વારા બે પ્રકારના ડુંગળીના બીજ વાવી શકાય છે. આ રીત અનુસાર, બે થી ત્રણ ફૂટનો પલંગ બનાવીને તેની વચ્ચે ડુંગળીનો પાક ઉગાડવામાં આવે છે. સાથોસાથ બંને બાજુ પાણી રાખવાથી ડુંગળીના પાકને ભેજ મળે છે અને વધારે પાણીની જરૂર પડતી નથી. આ પદ્ધતિથી ડુંગળીના પાકનું ઉત્પાદન અને વાવેતર ખૂબ જ સારું થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…