કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અવારનવાર ખેડૂતો તથા પશુપાલકોને આર્થિક સહાય આપવામાં આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક નવી યોજનાને લઈ જાણકારી લઈને સામે આવ્યા છીએ ત્યારે આપને જણાવી દઈએ કે, આ યોજનાનો લાભ ગુજરાતના પશુપાલકોને થશે.
હાલમાં રાજ્યના પશુપાલકોને લઈ આનંદનાં સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે કે, જેનો ઉદ્દેશ માત્રને માત્ર ખેતી ખર્ચમાં ઘટાડો કરવો તેમજ ઉત્પાદનમાં વધારો કરવાનો છે. આની હેઠળ ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ મહીને 900 રૂપિયાની સહાય આપવામાં આવે છે.
યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો:
આ યોજનાનો લાભ આઈડેન્ટીફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતા તેમજ ખેડૂતે ધારણ કરેલ જમીન પૈકી ઓછામાં ઓછી એક એકર જમીનમાં છાણ, ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મેળવી શકશે. આ યોજના અંતર્ગત એક ખાતા દીઠ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.જયારે અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી હોવી જરૂરી છે.
અરજી કરવાની રીત:
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ખેડૂતે 30-09-2021 થી લઈને 19-10-2021 સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. બાદમાં અરજીની પ્રિન્ટ આઉટ મેળવી તેની પર સહી- અંગુઠો કરીને જરૂરી સાધનિક કાગળો જેવા કે, 8-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો બીજા ખાતેદારનું સંમતિપત્રક તેમજ બેન્ક પાસબુકની નકલ જોઇશે.
આની સાથોસાથ જ સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ ખાબકતા ખેડૂતોને હાલના સમયમાં રોવાનો વારો આવ્યો છે તેમજ પડ્યા પર પાટું જેવી સ્તિથી ઉભી થઈ છે ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખુબ મોટું નુકસાન થવા પામ્યું છે જેને કારણે ખેડૂતભાઈઓ સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…