રાજ્ય સરકારે ખેડૂતોને લઈને કરી મોટી જાહેરાત- ખેડૂતોને મળતી 40,000 રૂપિયાની સહાયમાં થશે આટલો વધારો

168
Published on: 4:13 pm, Thu, 21 October 21

હાલમાં સામે આવી રહેલ જાણકારી પ્રમાણે ગુજરાતના ખેડૂતોને લઈ ભુપેન્દ્ર સરકાર આ કામ કરવા માટે જઈ રહી છે. ટૂંક જ સમયમાં રાજ્ય સરકારે ખેડૂતોને લઈ મોટી જાહેરાત કરશે એવી આશંકા જોવા મળી રહી છે. સરકાર દ્વારા ખેતી સંરક્ષણ દિવાલ યોજનામાં હવે ફેરફાર કરવાનાં એંધાણ લાગી રહ્યા છે.

ખેતી સંરક્ષણ દીવાલની યોજનામાં થઈ શકે છે ફેરફાર:
આ મર્યાદામાં વધારો કરતા હવે નાના ખેડૂતોને ફાયદો તથા સહાય મળી રહેશે તેમજ નાના ખેડૂતોને ખેતી સંરક્ષણ દિવાલ યોજનાનો લાભ મળે તે હેતુથી સરકાર દ્વારા 10 એકરની મર્યાદામાંથી હવે 2.5 એકર કરી નાંખવામાં આવી છે કે, જેને લઈ સરકાર ટૂંક જ સમયમાં વિધિવત રીતે જાહેરાત કરે એવું જણાઈ રહ્યું છે.

ખેડૂતોને મળી શકે છે આ લાભ:
બીજી બાજુ ખેડૂતોને હવે સરકાર મોટો ફાયદો આપી શકે છે કે, જેમાં પહેલા ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 40,000 રૂપિયાની સરકાર દ્વારા સહાય અપાતી હતી પણ હવે તેમને તેના કરતા દોઢ ગણો કરીને સહાય આપવાની ટૂંક જ સમયમાં જાહેરાત થઈ શકે એવું લાગી રહ્યું છે.

અહીં નોંધનીય છે કે, પહેલા સરકારે ખેડૂતોને 40,000 રૂપિયાની સહાય અપાતી હતી. જેનાં બદલે હવે ખેડૂતોને 1 લાખની સહાય આપવાની વિચારણા ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે, 2 લાખના ખર્ચની મર્યાદામાં ખેડૂતો ગોડાઉન બનાવે તો સરકાર સબસીડી આપતી હોય છે.

ટૂંક સમયમાં જ થઈ શકે છે મોટી જાહેરાત:
આપને જણાવી દઈએ કે, હવે ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 50% સુધીની સબસીડી મળી શકશે કે, જેથી ખેડૂતોને મોટી રાહત મળી રહે. હાલમાં રાજ્યના ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ સરકાર દ્વારા ખેડૂતોને જે નુકશાન થયું હોય તેને લઈ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

જેમા ખેડૂતોને હેક્ટર દીઠ 13,000  રૂપિયાની સહાય અપાઈ છે. સરકાર દ્વારા હવે ટૂંક જ સમયમાં 2 લાખની કિંમતના ગોડાઉન માટે 1 લાખની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આગામી ટૂંક જ સમયમાં સરકાર દ્વારા વિધિવત રીતે આ મામલે જાહેરાત કરાશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…