સરકારની આ યોજના અંતર્ગત હવેથી ખેડૂતોને મળશે 4,000 રૂપિયાની બમણી સહાય- જાણો વિગતવાર

Published on: 1:17 pm, Sun, 12 September 21

ખેડૂતોના હિત માટે કેટલીક યોજનાઓ મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. મોદી સરકાર દ્વારા 24 ફેબ્રુઆરી વર્ષ 2019ના રોજ ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત સરકાર દ્વારા નાના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા ત્રણ હપ્તા મારફતે આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવનાર ખેડૂતો માટે સારા સમાચાર છે. ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાનો હપ્તો આવી શકે છે.

મોદી સરકાર ટૂંક જ સમયમાં લાભાર્થી ખેડૂતોને ભેટ આપી શકે છે. મળી રહેલ જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકાર ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના’ની રકમને બમણી કરવા પર વિચાર કરી રહી છે. જો આમ થાય તો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાને બદલે 12,000 રૂપિયા 3 હપ્તામાં મળી શકે છે.

વાર્ષિક 6,000 રૂપિયા અપાય છે:
બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા હાલમાં જ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર તથા નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે મુલાકાત કરી હતી કે, જેમા PM કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત મળતી રકમને બમણી કરવા પર ચર્ચા કરવામાં આવી રહી છે. જો કે, તેના પર નિર્ણય લેવામાં આવ્યો નથી.

ક્યારે આવે છે હપ્તા?
આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રૂપિયા 3 હપ્તામાં મોકલી દેવામાં આવે છે. દરેક હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. દર 4 મહિનામાં એક હપ્તો આવે છે. PM કિસાન પોર્ટલ પ્રમાણે સ્કિમનો પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે.

બીજો હપ્તો એક એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે ખેડૂતોના ખાતામાં પહોંચે છે. ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આમ, ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એવો ઉદ્દેશ છે. જેથી ખેડૂતોનું કલ્યાણ થાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…