કરોડો રેશનકાર્ડ ધારકો માટે આવ્યા સૌથી મોટા ખુશીના સમાચાર- જાણી જલ્દી કરો આ કામ

266
Published on: 12:22 pm, Wed, 22 September 21

ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક રેશનકાર્ડને માનવામાં આવે છે. રેશનકાર્ડ ઘણી વખત અપડેટ કરવું પડે છે અને ક્યારેક રેશનકાર્ડ ખોવાઈ જાય છે. ત્યારબાદ રેશનકાર્ડની ડુપ્લિકેટ કોપી બનાવવી પણ અનેક મુશ્કેલીઓ આવે છે. હવે આ બધી મોટી મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મેળવી શકો છો.

મળતી માહિતી મુજબ, આ સમસ્યાઓથી તમને ડિજિટલ ઈન્ડિયા અભિયાન અંતર્ગત છુટકારો મળશે. રેશનકાર્ડ સબંધિત સમસ્યા માટે હવે તમે કોઈપણ નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ શકો છો. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અને CSC એ દેશમાં 3.7 લાખ CSC સેન્ટર દ્વારા રેશનકાર્ડ સેવાઓ માટે કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

રેશનકાર્ડ સંબંધિત સેવાઓ હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સ (CSC- કોમન સર્વિસ સેન્ટર્સ) માં ઉપલબ્ધ રહેશે. આ સેવાઓમાં નવા રેશનકાર્ડ માટે અરજી કરવી, વિગતો અપડેટ કરવી અને તેને આધાર સાથે લિંક કરવાનું રહેશે. આના કારણે સમગ્ર દેશમાં 23.64 કરોડ રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રાશનના પુરવઠાને સુસંગત બનાવવા અને જાહેર વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવાનો છે.

મળશે આ લાભો:
કોમન સર્વિસ સેન્ટરમાં રેશનકાર્ડ સંપૂર્ણપણે અપડેટ કરી શકાય છે.
રેશનકાર્ડમાં આધાર લિંક કરી શકાશે.
રેશનકાર્ડની ડુપ્લિકેટ પ્રિન્ટ પણ મળી શકશે.

તમારી રેશનની માહિતી પણ તમે સરળતાથી મેળવી શકશો
જો રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય, તો તમે તેના માટે કોમન સર્વિસ સેન્ટર પર નવા કાર્ડ માટે અરજી પણ કરી શકો છો.
રેશનકાર્ડ સંબંધિત કોઈપણ ફરિયાદ પણ તમે સરળતાથી કરી શકો છો.

આ ઉપરાંત, વાજબી ભાવની દુકાનો પર પણ સીએસસીની ઓનલાઇન સેવાઓ ઉપલબ્ધ રહેશે. જેમાં પીએમ કલ્યાણ યોજનાઓ, જી 2 સી સેવાઓ, શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રમો, નાણાકીય સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…