ગુજરાતના આ ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યા છે 2 લાખ 25 હાજર રૂપિયા- જાણો જલ્દી

Published on: 4:44 pm, Mon, 26 July 21

બનાસ ડેરી સાથે સંકળાયેલા દરેક ખેડૂતને લાખો રૂપિયા મળી શકે છે. બનાસકાંઠા જિલ્લા સહકારી દુગ્ઘ સંઘના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પોતાના 5 લાખથી વધુ પશુપાલક ખેડૂતોને 1128 કરોડ રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરી છે.

આવતા મહીને એટલે કે ઓગસ્ટમાં આ બોનસ ખેડૂતોના બેંક અકાઉન્ટમાં મોકલવામાં આવશે. દેશમાં કોઇ પણ સહકારી ડેરીએ આપેલા બોનસમાં આ સૌથી મોટુ બોનસ છે. દરેક ખેડૂતના અકાઉન્ટમાં આ બોનસ રકમ 225,600 રૂપિયા મોકલવામાં આવશે.

બનાસ ડેરી દુધ સમિતીઓને 125 કરોડ રૂપિયાનું ડિબેંચર્સનું પેમેન્ટ કરશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના 5.5 લાખ રૂપિયા દુધ ઉત્પાદન ખેડૂતોને 1007 કરોડ રૂપિયા ડાયરેક્ટ બેંકમાં મોકલવામાં આવશે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન બનાસ ડેરીનું રેવન્યુ 11 ટકા વધીને 13000 કરોડ રૂપિયા પહોંચી ગયુ હતુ.