સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ, છેલ્લા બે અઠવાડિયામાં સૌથી મોટો ઘટાડો- જાણો આજના ભાવ

340
Published on: 4:10 pm, Tue, 21 September 21

ભારતીય બજારમાં સતત બીજા દિવસે પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. જયારે બીજી બાજુ, ચાંદીમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે. નબળા ગ્લોબલ સંકેતોના લીધે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. MCX પર આજે સોનાના ભાવમાં 0.16 %નો ઘટાડો નોંધાયો છે. સોનું 46,205 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. બીજી તરફ, ચાંદી 0.1 ટકાના વધારાની સાથે 59,615 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. નોંધનીય છે કે, સોનાના ભાવમાં બે અઠવાડિયામાં 1200 રૂપિયાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.

24 કેરેટ સોનાનો ભાવ:
ગુડ રિટર્ન્સ વેબસાઇટ અનુસાર, દેશના તમામ શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ અલગ-અલગ છે. 21 સપ્ટેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાની કિંમત 49,570 રૂપિયા, મુંબઈમાં 10 ગ્રામ સોનાની કિંમત 46,120 રૂપિયા, ચેન્નઈમાં 10 ગ્રામ સોનાની કિંમત 47,550 રૂપિયા અને કોલકાતામાં 10 ગ્રામ સોનાની કિંમત 48,240 રૂપિયા છે.

રાજ્યના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ:
ગુડ રિટર્ન્સ વેબસાઇટ અનુસાર, મંગળવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ  47,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાનો ભાવ 47,890 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાનો ભાવ 47,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીની કિંમત 59,600 રૂપિયા છે.

સોનાની શુદ્ધતાને આ રીતે કરો ચેક:
જ્યારે તમે સોના-ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોના-ચાંદીની શુદ્ધતાને તમે તમારી જાતે ચકાસી શકો છો. સરકારે જેમના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના આધારે સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક પણે ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો ગ્રાહક આ અંગેની ફરિયાદ પણ કરી શકે છે. આ એપની મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની જાણકરી પણ મળી જાય છે.

આ રીતે  મિસ્ડ કોલ કરીને જાણી શકો છો સોનાનો ભાવ:
સોનાનો ભાવ તમે સરળતાથી અને એ પણ ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે સોનાના લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.

જાણી લેજો કેટલું સોનું ઘરમાં રાખીશ શકાય:
શું તમે જાણો છો કે કાયદેસર રીતે ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ચાલો આજે અમે તમને જણાવી દઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન મુજબ પહેલી ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પણ પ્રકારના પુરાવા આપવાની જરૂર રહેતી નથી. એક પરણિત સ્ત્રી પોતાની પાસે  500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે છે. એક અપરણિત સ્ત્રી પોતાની પાસે 250 ગ્રામ સોનું રાખી શકે છે. એક પુરુષ પોતાની સાથે વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે. આ કીસ્સોમાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલા ભરી શકે નહિ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…