સોના-ચાંદીના ભાવમાં થયો ધરખમ ઘટાડો, જવેલર્સમાં ઉમટી પડી લોકોની ભીડ- જાણો તમારા શહેરના ભાવ

1752
Published on: 11:31 am, Wed, 19 January 22

જો તમે પણ સોનું કે સોનાના દાગીના ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. આ કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પછી, સોનું ઓલ ટાઈમ હાઈથી લગભગ 8000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 18,378 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ રહી છે.

મંગળવારે સોનું 20 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું અને 48,122 રૂપિયા પર બંધ થયું. સોમવારે છેલ્લા કારોબારી દિવસે સોનું 48,142 રૂપિયાના સ્તર પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદી 157 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈને 61,602 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. આ પહેલા સોમવારે ચાંદી 61,759 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. બુલિયન માર્કેટના નિષ્ણાતોના મતે, લોકો પાસે અત્યારે સસ્તું સોનું અને ચાંદી ખરીદવાની મોટી તક છે. કારણ કે આગામી દિવસોમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાઈ શકે છે.

14 થી 24 કેરેટ સોનાનો તાજેતરનો ભાવ:
તેમજ મંગળવારે 24 કેરેટ સોનું રૂ.48,122 પ્રતિ 10 ગ્રામ, 23 કેરેટ સોનું રૂ.47,929 પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું રૂ.44,080 પ્રતિ 10 ગ્રામ, 18 કેરેટ સોનું રૂ.36,092 પ્રતિ 10 ગ્રામ અને 14 કેરેટ સોનું રૂ.5,128 પ્રતિ 10 ગ્રામ છે. પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ -24 કેરેટ સોનાની અને ચાંદીની કિંમત:

સોનું તેની ઓલ ટાઈમ હાઈ કરતાં 8,078 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. ઓગસ્ટ 2020માં સોનું તેની સર્વકાલીન ઉંચી સપાટીએ પહોંચ્યું હતું. તે સમયે સોનું 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તેમજ ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ 18,378 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે. ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ 79,980 રૂપિયા પ્રતિ કિલો છે.

આ રીતે જાણો સોનાની શુદ્ધતા:
જો તમારે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકતા નથી, પરંતુ તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદો:
તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…