સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો- જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવ

330
Published on: 3:51 pm, Sat, 25 December 21

જો તમે સોનું કે સોનાના દાગીના ખરીદવા માંગો છો તો તમારા માટે ખુબ જ સારા સમાચાર આવ્યા છે. આ ટ્રેડિંગ સપ્તાહના સતત પાંચમા દિવસે એટલે કે શુક્રવારે સોનું સસ્તું થયું હતું. શુક્રવારે સોનું 28 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટીને 48,264 રૂપિયા પર બંધ થયું હતું. આ પહેલા ગુરુવારે સોનું 48,292 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. શુક્રવારે ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે ચાંદી 81 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ અને 61,883 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ છે. બીજી તરફ ગુરુવારે ચાંદી 61,802 પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી.

14 થી 24 કેરેટ સોનાનો તાજેતરનો ભાવ:
શુક્રવારના રોજ 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 48,264 રૂપિયા, 23 કેરેટ સોનું રૂ. 48,071 પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું રૂ. 44,210 પ્રતિ 10 ગ્રામ, 18 કેરેટ સોનું રૂ. 36,198 પ્રતિ 10 ગ્રામ અને 14 કેરેટ સોનું રૂ. સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 28,234 આસપાસ ટ્રેડ કરી રહ્યું હતું.

સોનું 7,936 રૂપિયા અને ચાંદી 18,097 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે:
તેમજ શુક્રવારે સોનું તેની ઓલ-ટાઇમ હાઈ કરતાં 7,936 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. ઓગસ્ટ 2020માં સોનું તેની સર્વકાલીન ઉંચી સપાટીએ પહોંચ્યું હતું. તે ઉપરાંત સોનું 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. બીજી તરફ ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી લગભગ રૂ. 18,097 પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે. ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ 79,980 રૂપિયા પ્રતિ કિલો છે.

તેમજ 25 ડીસેમ્બર શનિવારના રોજ જાણો ગુજરાતમાં સોના ચાંદીનો ભાવ શું ચાલી રહ્યો છે.

આ રીતે જાણો સોનાની શુદ્ધતા:
જો તમારે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકતા નથી, પરંતુ તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદો:
તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…