સતત ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં ઘટાડો- જાણો આજના નવા ભાવ

286
Published on: 11:13 am, Thu, 23 December 21

વેપારીઓ દ્વારા પ્રોફિટ બુકિંગને કારણે એમસીએક્સમાં સોનાનો ભાવ 0.04 ટકા ઘટીને રૂ. 50,060 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ રૂ. 184 ઘટીને રૂ. 66,678 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અમેરિકી અર્થવ્યવસ્થાના નબળા ડેટા અને રાહત પેકેજ મળવાની શક્યતાઓને કારણે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ નીચે આવ્યા છે. તેની અસર સ્થાનિક અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે અને આ અસરને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

MCXમાં સોનાના ભાવમાં ઘટાડો:
અમેરિકી સંસદે કોવિડ-19થી તૂટતી અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે મોટા ફંડને મંજૂરી આપી છે. જોકે, ડેટા દર્શાવે છે કે ડિસેમ્બરમાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ નોંધપાત્ર રીતે નીચે ગયો છે. નવેમ્બરમાં યુએસમાં ઘરોના વેચાણમાં ઘટાડો થયો હતો. જોકે, વેપારીઓ દ્વારા પ્રોફિટ બુકિંગને કારણે એમસીએક્સમાં સોનાનો ભાવ 0.04 ટકા ઘટીને રૂ. 50,060 પ્રતિ દસ ગ્રામ જ્યારે ચાંદીનો ભાવ રૂ. 184 ઘટીને રૂ. 66,678 પ્રતિ દસ ગ્રામ થયો હતો.

બુધવારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. સ્પોટ સોનું 0.2 ટકા વધીને $1863.83 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1 ટકા ઘટીને $1868.10 પ્રતિ ઔંસ થયું હતું. વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ ETF SPDR ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.20 ટકા ઘટીને 1167.53 ટન થયું છે. મંગળવારે તે 1169.86 ટન હતું. તે દરમિયાન, ચાંદી એક ટકા વધીને 25.83 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…