એવું તો શું દુઃખ આવી પડ્યું કે, પોલીસ જવાને વતનમાં ગળાફાંસો ખાઇ ટૂંકાવ્યું જીવન “ઓમ શાંતિ”

429
Published on: 5:44 pm, Sat, 26 March 22

આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. ત્યારે દમણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે ગુરૂવારે વતન દીવમાં પોતાના ઘરે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, દમણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને હાલમાં રજા લઇને વતન દિવના વણાંકબારા ગામ ગયેલા 29 વર્ષીય કોન્સ્ટેબલ હિરક વેલજીભાઇ બારીયા દ્વારા પોતાના ઘરમા જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ભારે ચકચાર ઉભી થઇ હતી.

આત્મહત્યાનું કારણ હજી અકબંધ છે. વર્ષ 2013માં સંઘપ્રદેશ દમણ-દિવ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો હતો. જાણવા મળ્યું છે કે, પોલીસ જવાન હાલ હોળીમાં દમણથી રજા લઇને વતન દીવમાં ગયો હતો. મૃતક પોલીસ જવાનનો મોટો ભાઈ પણ દમણ દિવમાં કાર્ય કરે છે. પોલીસ જવાનની ટીમ સરકારી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…