તાજેતરમાં ભાવનગરમાંથી સંબંધોને લજવતો એક ચોકાવનારો બનાવ નજરે આવ્યો છે. આ બનાવમાં બબ્બે દીકરા હોવા છતાં તેમના વયોવૃદ્ધ માતા ભીખારીની જેમ શહેરના જવાહર મેદાનમાંથી મળી આવતા સમગ્ર વિસ્તાર શોકમાં મુકાયો છે. મળતી માહિતી મુજબ, 181 મહિલા હેલ્પ લાઇનમાંથી કોલ આવ્યા પછી મહિલા હેલ્પ લાઇનની ટીમેં હાલ આ માડીને તેમની દીકરીના ઘરે રાખ્યા છે. જે દર્શાવે છે કે, દીકરાની તુલનામાં દીકરી સમાન નહીં પણ વધુ ચડિયાતી સાબિત થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આજે ભાવનગર હેલ્પલાઇન 181 પર કોલ આવ્યો હતો કે, એક અંધ બહેન અહિંયા રોડ પર બેઠા છે અને કાંઇ બોલવાની હાલતમાં નથી. આ એ અંધ બહેન જવાહર મેદાનમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેને કોલ કર્યો હતો તે વ્યક્તિ જ વૃદ્ધને જવાહર મેદાનમાં મુકવા માટે ગયા હતા. ત્યાંથી તેણે 181 પર કોલ કરીને આ વાતની જાણ કરી હતી. આથી 181નો સ્ટાફ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયો હતો.
ત્યારબાદ ટીમે આ અંધ બહેન સાથે વાતચીત કરી હતી. તેમની સાથે ઘનિષ્ઠ વાતચીત કર્યા પછી તેમને આ સ્થળે કોણ મુકી ગયું? તેવો સવાલ કરવામાં આવ્યો હતો. તેના ઉતરમાં માડીએ રડતા રડતા જણાવ્યું હતુ કે, તેમને જે ભાઇ આ ગધેડિયા ફિલ્ડમાં મુકી ગયા હતા. તે અન્ય કોઈ નહીં, પરતું તેનો દીકરો જ હતો! આ માડી ભીખ માંગીને પોતાનું જીવન ગુજારતા હોવાનું સામે આવ્યું છે.
માડી પાસે પૈસા હોય ત્યારે તેમના દીકરા તેને સાચવતા પણ જ્યારે પૈસા પુરા થયા ત્યારે ગમે ત્યાં રોડે રખડતા મુકી દીધા હતા. ગધેડિયા ફિલ્ડમાં રહેતા બીજા બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, તેમના દીકરીનું ઘર બતાવતા માટે તેઓને હાલ દીકરીના ઘરે મુકવામાં આવ્યા હતા. આ દીકરીએ પોતાના પરિવાર અંગે જણાવ્યું હતું કે, તેને બે ભાઇઓ છે જે વારંવાર મારી બાને ગમે ત્યાં મુકી આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…