વર્ષો જૂની બ્લડપ્રેશરની બીમારીમાંથી છુટકારો મેળવવા માટે ઘરે બેઠા અપનાવો આ દેશી ઉપાય- 99% મળશે પરિણામ

132
Published on: 1:15 pm, Sat, 23 October 21

સોસિયલ મીડિયા પર અવારનવાર આપનાં સ્વાસ્થ્યને સંબંધિત જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે હાલમાં એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જેનાથી આપને ખુબ રાહત થશે. આપને જણાવી દઈએ કે, હાઇ બ્લડ પ્રેશરને ‘સાઇલેન્ટ કિલર’ નાં નામથી પણ ઓળખવામાં આવે છે.

મોટાભાગે આ શરૂઆતી ચેતવણીના લક્ષણ આપ્યા અગાઉ અનિયંત્રિત તથા જોખમી સ્તર સુધી પહોંચી જતા હોય છે ત્યારે લોકોને આના અંગે જાણકારી મળતી હોય છે. આવા પ્રકારની સમસ્યાથી બચવા માટે યોગ્ય સમય પર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બનતી હોય છે.

જો તમે હાઇ બ્લડ પ્રેશરના દર્દી હો તેમજ તમે તેને મેનેજ કરવા માટે ઘરેલૂ ઉપચારની મદદ લેવા ઇચ્છતા હો તો દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પીવો જોઈએ. ટામેટાનો રસ બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથોસાથ કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરી શકે છે તેમજ હાર્ટ ડિસીઝને ઘટાડવામાં પણ મદદ કરે છે.

આ રીતે બનાવો ટામેટાનું જ્યુસ:
આ જ્યુસને બનાવવા માટે તમે 3-4 ટામેટાને મિક્સીમાં બ્લેન્ડ કરીને થોડુક પાણી ભેળવીને ગાળી લો. આ જ્યુસને મીઠા વિના પીવું વધુ ફાયદાકારક રહેશે. કેટલાક લોકો માર્કેટમાં મળતાં પેકેટ જ્યુસનો ઉપયોગ કરતા હોય છે પણ એમાં પ્રિઝરવેટિવ હોવાને લીધે સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક સાબિત થઇ શકે છે. આ માટે ઘરે જ જ્યુસ બનાવીને તેનું સેવન કરો તો વધુ યોગ્ય રહેશે.

ટામેટાના રસમાં હોય છે બાયોએક્ટિવ તત્ત્વો:
આપને જણાવી દઈએ કે, ટામેટાંના રસમાં બાયોએક્ટિવ તત્ત્વ જેવા કે કેરોટીનૉયડ, વિટામિન-A, કેલ્શિયમ તથા એમિનોબ્યૂટ્રિક એસિડ રહેલા હોય છે કે, જે અંદાજે તમામ લાલ ફળોમાં મળી આવતા હોય છે કે, જે હાર્ટ ડિસીઝને ઠીક કરવા માટે પ્રમુખ ભૂમિકા ભજવતા હોય છે.

જેમાં લાઇકોપીન પણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે કે, જે એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ છે. ટામેટાંનો રસ નિયમિતપણે પીવાથી અન્ય કેટલાક ફાયદા પણ થાય છે. ટામેટાનો રસ આંખ તથા સ્કિન માટે પણ ખુબ ફાયદાકારક છે. એમાં રહેલા અનેકવિધ પ્રકારના વિટામિન્સ સોજાને ઘટાડવામાં તેમજ તમારી કોશિકાઓને મુક્ત કણોથી થતાં નુકશાનથી બચાવે છે.

ટામેટાંનાં જ્યૂસમાં વિટામિન C, વિટામિન B તથા પોટેશિયમ જેવા કેટલાય મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ રહેલા હોય છે કે, જે એક હેલ્ધી શરીર માટે ખૂબ જ જરૂરી છે. દરરોજ 3-4 ટામેટાને મિક્સીમાં બ્લેન્ડ કરીને તેમાં થોડુક પાણી ભેળવીને ગાળી લેવાથી જ્યુસ બની જાય છે. આ જ્યુસને મીઠા વોના પીવું વધારે ફાયદાકારક હોય છે.

આપને જણાવી દઈએ કે, મોટાભાગના લાલ ફળમાં કેરોટીનૉયડ, વિટામિન A, કેલ્શિયમ તથા એમિનોબ્યૂટ્રિક એસિડ મળી આવતા હોય છે. કેરોટીનૉયડ, વિટામિન A, કેલ્શિયમ તથા એમિનોબ્યૂટ્રિક એસિડ હાર્ટ ડિસીઝની સારવાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. લાલ ફળોમાં લાઇકોપીન પણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે કે, જે એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…