ભગવાન ભજવામાં મીરા અને પ્રહલાદને પણ પાછળ છોડે છે આ શ્વાન- દર્શન કરવા દરરોજ ચઢી જાય છે ગીરનાર

574
Published on: 5:51 pm, Fri, 17 December 21

ઈતિહાસમાં ઘણા એવા ભક્તો થઈ ગયા કે, જેમણે ભગવાનને રાજી કરીને વરદાન પ્રાપ્ત કર્યા છે. ઘણા એવા ભક્તો પણ થઈ ગયા, કે જેઓને ભગવાન સિવાય બીજા કોઈ સાથે નિસબત નથી. ફકત ભગવાન ભજવા જ મુખ્ય ધ્યેય હોય છે. આજે પણ લોકો મીરાબાઈ અને પ્રહલાદને યાદ કરે છે. કે જેઓએ એવી ભક્તિ કરી બતાવી કે, સ્વયં ભગવાનને તેમની રક્ષા કરવા પરલોકથી આ લોક પર આવવું પડ્યું હતું. આજે આવાજ એક ભક્તની વાત અહિયાં કરવાના છીએ.

આ કોઈ વ્યક્તિ નહીં, પરંતુ એક બેઝુબાન શ્વાન છે. આ શ્વાન દર્શન કરવા દરરોજ ગિરનાર પર્વત ચઢી જાય છે. ભૈરવ નામનો આ શ્વાન છેલ્લા કેટલાય વર્ષોથી જુનાગઢ સ્થિત ગિરનાર પર્વતની યાત્રા કરે છે.

ભૈરવની આ શ્રદ્ધા જોઈને મોટા મોટા સાધુ અને મહંતો પણ ચોંકી ઉઠયા છે. આજે હરકોઈએ ભૈરવની આ અનેરી કહાની જણાવી જોઈએ. ભવનાથની તળેટીમાં વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મહંત શ્રી બાપુ ગોસ્વામી અહીં સ્થિત એક આશ્રમમાં પૂજા અર્ચના કરે છે, અને આશ્રમનું ધ્યાન રાખે છે. આજથી ચાર વર્ષ પહેલા આશ્રમમાં ભૈરવ નામનો શ્વાન આવ્યો હતો.

દર પૂનમે સેંકડો ભાવિકો ગિરનારની યાત્રા કરવા માટે અહીં આવે છે, આ દરેક ભાવિકો સાથે ભૈરવ પણ યાત્રા કરવા નીકળી જાય છે અને યાત્રા પૂરી કરીને આ મંદિરમાં પરત આવી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભૈરવ નામનો આ શ્વાન ક્યારે પણ ભસ્યો નથી. જ્યારે આ શ્વાનને બોલવાનું મન થાય ત્યારે ૐ (ઓમ) નામના સ્વરનો અવાજ કરે છે.

ખાસ વાત તો એ છે કે, ભૈરવ માણસોની જેમ જ ઉપવાસ કરવું પણ જાણે છે. દર પૂનમના દિવસે ભૈરવ ઉપવાસ કરે છે, અને અન્નનો એક દાણો જમતો નથી. આશ્રમના હરિબાપુ ભૈરવનું ખાસ ધ્યાન રાખે છે. જ્યારે પૂનમના દિવસે હરિબાપુએ ભૈરવને જમવા આપ્યું ત્યારે, જમ્યા વગર જ આખો દિવસ ભૈરવ ભૂખ્યો રહ્યો હતો. પૂનમના દિવસે ભૈરવ ગિરનાર પર્વત ચડીને અંબાજી મંદિર અને ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શને જાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભવનાથ તળેટીમાં સિંહ-દીપડા જેવા અનેક હિંસક પ્રાણીઓ રહે છે. આ હિંસક પ્રાણીઓએ કેટલાય પ્રાણીઓનો શિકાર કર્યો છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ભૈરવ ગિરનાર ચડીને ઉતરે છે, પણ ક્યારે ભૈરવ ઉપર હુમલો કર્યો નથી. લોકોનું માનવું છે કે, ભૈરવ ઉપર સાક્ષાત ભગવાનનો હાથ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…