અક્ષરધામ મેટ્રો સ્ટેશનથી કુદેલી યુવતીનું હોસ્પીટલમાં મોત, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

477
Published on: 6:22 pm, Fri, 15 April 22

દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પરથી કૂદીને આપઘાત કરનાર યુવતી પંજાબના હોશિયારપુરની રહેવાસી હતી. ડીએસપી મેટ્રો જિતેન્દ્ર મણિએ જણાવ્યું છે કે, 25 વર્ષીય મૃતક ગુરુગ્રામ દિલ્હી-એનસીઆરમાં કામ કરતી હતી અને તાજેતરમાં જ તેણે નોકરી છોડી દીધી હતી.

ગુરુવારે યુવતીએ મેટ્રો સ્ટેશનની છત પરથી કુદકો લગાવ્યો હતો અને ત્યાર બાદ તેને ચાદર વડે બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, કૂદ્યા બાદ તેનું શરીર જમીન પર પટકાયું હતું જેના કારણે તેના શરીરમાં અનેકો ફ્રેક્ચર થયા હતા.

જિતેન્દ્ર મણિએ જણાવ્યું કે આપઘાત પાછળના કારણો વિશે હાલ માહિતી મળેલ નથી. યુવતી પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. પહેલા તે ગુરુગ્રામમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. નોકરી છોડ્યા પછી, તે ક્યાંય કામ કરતી નહોતી. વધુમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેણે કયા કારણોસર આપઘાત કર્યો, કઇ મજબૂરીમાં તેણે આટલું મોટું પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી.

સારવાર દરમિયાન યુવતીનું નીપજ્યું મોત: 
જણાવી દઈએ કે છોકરીએ ગુરુવારે સવારે દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પરથી છલાંગ લગાવી હતી. ઘટના દરમિયાન ચાદર લઈને ઉભેલા CISF સૈનિકોએ યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઈજાઓ ખૂબ જ ગંભીર હતી. જેના કારણે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…