પ્રેમી સાથે લગ્નના કોડ પુરા ન થતા યુવતીએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટ વાંચીને પોલીસને પણ આવી ગયું રડવું

311
Published on: 5:33 pm, Sat, 14 May 22

આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. જેના કારણે આપઘાતના કેસોમાં ખુબ જ વધરો થતો જોવા મળી રહ્યો છે. એવામાં વધુ એક આપઘાતની ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે. અહીં, એક યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં યુવતીએ સુનીલ નામના યુવાનના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં દીપાલી રાજુભાઈ પરમાર નામની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસને થતા યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને દીપાલીએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇસ નોટ તેણે તેના પિતાને સંબોધીને લખેલી છે, તેમજ તેમાં સુનીલ નામના યુવકના કારણે આપઘાત કર્યું હોવાનું લખેલું છે.

યુનિવર્સિટી પોલીસે કબજે કરેલી સુસાઈડ નોટમાં દીપાલીએ લખ્યું છે કે, “હું સુસાઈડ કરું છું. મને સુસાઈડ માટે મજબૂર સુનીલ કુકડીયાએ કરી છે. એને મને ગારું આપી છે. મારા મમ્મી પપ્પાને પણ આપી છે અને મને મારી પણ છે. સોરી પાપા- દિપાલી.”

આ મામલે મૃતકના પિતા રાજુભાઇ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેથી ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે તેમના જ વિસ્તારમાં રહેતા સુનીલ રસિકભાઈ કુકડીયા સામે આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધ્યો છે. હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમારે જે દિવસે આપઘાત કર્યો હતો તેના આગલા જ દિવસે સુનિલની જાન પાટણવાવ ખાતે ગઈ હતી.

દિપાલીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતા વિવાહિત જોડું ઘરેથી ભાગી ગયાના સમાચાર મળી આવ્યા છે. તેથી હવે પોલીસ દ્વારા સુનીલને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં એવી વાત સામે આવી છે કે, એક સમયે સુનીલ અને દિપાલી વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા.

પરંતુ કોઇ કારણોસર સુનીલની સગાઈ પાટણવાવ ખાતે અન્ય યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ પણ સુનીલ દિપાલીને સંબંધ રાખવા મજબૂર કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સગાઈ બાદ પણ દિપાલીને માર મારી હોવાનું તેમજ દિપાલી અને તેના માતા-પિતાને ગાળો આપી શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…