અઢી વર્ષની વાછરડી ગર્ભ ધારણ કર્યા વગર જ દરરોજ બે ટાઇમ આપે છે દૂધ- ચમત્કાર જોવા ઉમટી સાધુસંતો અને લોકોની ભીડ

39
Published on: 1:42 pm, Sun, 28 November 21

ઘણીવાર એવી ઘટનાઓ સર્જાઇ છેકે કોઈ ચમત્કારથી કમ નથી હોતું. હાલ આવો જ એ કુદરતનો કરિશ્મા જૂનાગઢ જિલ્લાના ભેસાણ માં સામે આવ્યો છે. અહીંયા એક ગીરગાય ગર્ભ ધારણ કર્યા વગર જ દરરોજ બે સમયે દૂધ આપી રહી છે.

ભેસાણ ના બરવાળા ગામે આ ચમત્કાર સર્જાતા લોકોના ટોળેટોળા ગાયના દર્શને આવી રહ્યા છે. અવ્ય કામાક્ષી પ્રકારની આ ગાયને જોઈને લોકોને ધોળે દિવસે અંધારા આવી ગયા છે. ડોક્ટરોનું ડોક્ટરોનું માનવું છે કે સેંકડો ગાયોની સંખ્યામાં ભાગ્યે જ આવી એક ગાય ગર્ભ ધારણ કર્યા વગર જ દુધ આપી શકે છે! ખરેખર આ કોઈ ચમત્કારથી કમ નથી.

બરવાળા ગામમાં રહેતા એક ખેડૂત પાસે 12 વિઘામાં તબેલો છે. જેમાં 14 જેટલી ગાયો રાખવામાં આવી છે. આજે 14 ગાયોમાં ની જ આ એક ગીર ગાય છે. આ ગાયને ઉંમર માત્ર આશરે અઢી વર્ષની છે. પરંતુ આ વાછડી ગર્ભધારણ કર્યા વગર જ દરરોજનું બે ટાઈમ દૂધ આપી રહી છે. ખરેખર કુદરતનો કરિશ્મા જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. રમેશભાઈ આહીરના તબેલામાં આ ચમત્કાર સર્જાતા આસપાસના લોકો અને સાધુ-સંતો આ ગાયને જોવા પહોંચ્યા હતા.

નિષ્ણાંતોનું માનવું છે કે આ ગાય કામરુદેશની અવ્ય કામાક્ષી હોવાનું માની રહ્યા છે. સાથોસાથ માનવું છે કે, આવી ગયો દેવી-દેવતાઓની સૌથી પ્રિય ગાય હોય છે. અને આ ગાયોનું દૂધ શિવજીને ચઢાવવામાં આવે છે સાથે સાથે ઘણા ધાર્મિક કાર્યોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. દુર્લભ ગાયના દર્શને પહોંચેલા સાધુ સંતોનું કહેવું છે કે આ ગાયનું દૂધ ફક્ત દેવતાઓ જ આરોપી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…