જુઓ કેવીરીતે એક મગર બીજા મગરને દબોચીને ખાઈ ગયો- જુઓ વિડીયો

209
Published on: 3:41 pm, Sat, 9 October 21

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વિડીયો સામે આવતા હોય છે. જયારે કેટલાક વિડીયોને જોઈ કેટલાય લોકો અચંબામાં મુકાઈ જતા હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આપણે નાનપણમાં ઘણીવાર સાંભળ્યું હશે કે, મગર બિલ્લીને ખાઈ ગયો જયારે હાલમાં સામે આવી રહેલ આશ્વર્યજનક ઘટનામાં મગર મગરને જ ખાઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

અમેરિકામાં આવેલ સાઉથ કેરોલિના તેમજ ઓસ્ટ્રેલિયામાં મગરે કરેલા હુમલાના વીડિયોને જોઈ ભલભલાનું હૃદય ધબકારો ચૂકી જાય છે. સાઉથ કેરોલિનામાં આવેલ બિચ પર એક મગરે અન્ય એક 6 ફૂટ લાંબા મગરનો શિકાર કર્યો હતો. જયારે ઓસ્ટ્રેલિયામાં આવેલ ડાર્વિનની ખાડીમાં ડોક્યૂમેન્ટ્રી બનાવવા માટે ઉડાવેલા ડ્રોન કેમેરા પર મગરે તરાપ મારીને તેના ભૂક્કા બોલાવી દીધા હતા એ વિડીયો ખુબ વાયરલ થયો હતો.

સાઉથ કેરોલિનામાં આવેલ મુર્રેલ્સ ઈન્લેટના બિચ પર ભૂખ્યા મહાકાય મગરે અન્ય મગર પર જ હુમલો કર્યો હતો. લગભગ 6 ફૂટ લાંબા આ મગરને જડબામાં દબોચીને મહાકાય મગર તેને ગણતરીની સેકન્ડોમાં જ કોળિયો બનાવી લે છે. એક મગર અન્ય મગરને ખાતો જોઈ હોય તેવી આ ઘટના એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી છે.

જયારે બીજા એક વીડિયોમાં ઓસ્ટ્રેલિયામાં આવેલ ડાર્વિન શહેરમાં ખીજાયેલો મગર ઊડતાં ડ્રોનને જોઈ તેના પર અચાનક જ તરાપ મારી દે છે. એક ન્યૂઝ ચેનલનો સ્ટાફ અહીં મગર પર ડોક્યૂમેન્ટ્રી શૂટ કરી રહ્યો હતો. મગરનો ગુસ્સો પણ કેમેરામાં કેદ થયો હતો.

પાણી પર ઉડી રહેલા ડ્રોનને જોઈ મહાકાય મગર પણ ગુસ્સે થયો હતો. જેમ ડ્રોન તેની ઉપરથી પસાર થયું કે, તરત જ તેણે છલાંગ મારીને જડબામાં દબોચી લેવાનો પ્રયાસ કર્યો હતો તેમજ જોતજોતામાં ડ્રોન જ ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…