
આખી દુનિયામાં સૌથી વધુ મંદિરો ભારતમાં આવેલા છે. તેથી જ આખી દુનિયા કરતા ભારતમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધારે છે.આજે અમે તમને ભારતના કેટલાક એવા શિવજીના મંદિરો વિશે જણાવીશું કે તેના રહસ્ય જાણીને તમે ચોંકી જશો.અહીં જણાવેલ મંદિરોમાં જો તમે દર્શન કરી લેશો તો તમારી બધી જ મનોકામનાઓ ભગવાન શિવજી પૂર્ણ કરશે. ભગવાન શિવ ને ભોળા માનવામાં આવે છે તેથી તેનું નામ ભોળાનાથ રાખવામાં આવ્યું હતું.
કેદારનાથ મંદિર :
આ મંદિર ઉત્તરાખંડ ના રૂદ્રપ્રયાગમાં સ્થિત કેદારનાથનું મંદિર ચાર ધામ યાત્રામાં ગણાય છે.આ મંદિર ભારત માં આવેલા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. કેદારનાથના સંબંધમાં,એવું લખ્યું છે કે જે વ્યક્તિ કેદારનાથને જોયા વગર બદ્રીનાથની યાત્રા કરે છે,તેની યાત્રા નિરર્થક બને છે અને કેદારનાથની સાથે નર-નારાયણ-મૂર્તિને જોતા બધા પાપો ધોવાઈ જાય છે.
અમરનાથ મંદિર :
જમ્મુ-કાશ્મીરમાં આવેલ અમરનાથ મંદિર હિન્દુઓનું એક મુખ્ય તીર્થસ્થાન છે અને અહી લોકમાન્યતા એવી છે કે, દર્શને આવતા દરેક શ્રદ્ધાળુ ઓ ની મનોકામના પૂરી થાય છે .આ મંદિર ગુફાના માં આવેલું છે.પવિત્ર ગુફામાં બરફથી કુદરતી શિવલિંગની રચના થયેલ છે.કુદરતી બરફના બનેલા હોવાને કારણે તેને સ્વયંભૂ આઇસ શિવલિંગ પણ કહેવામાં આવે છે,આ શિવલિંગ લગભગ 9 થી 10 ફુટ ઊંચી બને છે.
અષાઢ પૂર્ણિમાથી શરૂ થઈને રક્ષાબંધન સુધી અહી લાખો લોકો દર્શને આવે છે. ચંદ્ર ના કદ માં વધારો અને ઘટાડો થતાં આ બરફનું કદ પણ વધતું અને ઘટતું રહે છે.તે શ્રાવણ પૂર્ણિમા પર તેના પૂર્ણ કદ પર પહોંચે છે.
ઓમકારેશ્વર મંદિર :
આ મંદિર મધ્ય પ્રદેશમાં આવેલ છે.ઓમકારેશ્વર મંદિરની ગણતરી 12 જ્યોતિર્લિંગોમાં પણ કરવામાં આવે છે.ચાર ધામ યાત્રા પછી અહીં ઓમરેશ્વર મહાદેવની મુલાકાત લેવી જરૂરી છે,તે પછી જ વ્યક્તિ એ ચારધામની યાત્રા પૂર્ણ કરી તેમ કહેવાય.
સોમનાથ મંદિર :
સોમનાથ મંદિર ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં સમુદ્રના કાંઠે આવેલા 12 જ્યોતિર્લિંગોમાંનું એક મંદિર છે.સોમનાથ-જ્યોતિર્લિંગનો મહિમા મહાભારત,શ્રીમદ્ ભાગવત અને સ્કંદ પુરાણાદીમાં છે.ચંદ્રદેવનું એક નામ સોમ પણ છે.તેમણે અહીં ભગવાન શિવને તેમની નાથ-સ્વામી માનીને તપસ્યા કરી હતી,તેથી તેમનું નામ ‘સોમનાથ’ પડ્યું હતું. આજે સોમનાથ મંદિરમાં લાખો હરિભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે.
ત્ર્યંબકેશ્વર મંદિર :
આ મંદિર મહારાષ્ટ્ર માં ગોદાવરી નદીના કાંઠે સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિર,હિન્દુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.કાળા પથ્થરોથી બનેલું આ મંદિર ચમત્કારિક માનવામાં આવે છે. આ મંદિરમાં એવી લોક માન્યતા છે કે શિવજીના જે દર્શન કરવા આવે છે તે વ્યક્તિ કોઈપણ દિવસ ખાલી હાથે પાછો જતો નથી.આ માન્યતા ના ઘણા ખરા કિસ્સા ઓ સાચા પણ ફળ્યા છે.