વધુ ચા-કોફી પીવાની આદત અને ઓરલ હાઈજીનનું ધ્યાન ન રાખવાને કારણે દાંત પીળા થવાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તેનાથી દાંતને નુકસાન થઈ શકે છે. જો તમને પણ દાંતની આ સમસ્યા છે તો અપનાવો કેટલીક સરળ ટિપ્સ…. તેનાથી ફાયદો થશે.
હુંફાળા પાણીનો ઉપયોગ કરો
જો તમે ચા કે કોફી પીધા પછી બરાબર બ્રશ કરો અને ગરમ પાણીથી કોગળા કરશો તો દાંત પીળા થવાની સમસ્યા તમને પરેશાન કરશે નહીં. ખોરાક ખાધા પછી અથવા ચા અને કોફી પીધા પછી, હુંફાળા પાણીથી કોગળા કરો. તેનાથી ફાયદો થશે.
નારંગી દાંતના પીળાશને દૂર કરશે
નારંગી ખાવાથી દાંતના પીળા પડવાની સમસ્યા પણ દૂર થશે. નારંગીમાં વિટામિન-સી હોય છે. જે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. તે દાંતમાંથી બેક્ટેરિયાને દૂર કરે છે, જે પ્લેકનું કારણ બને છે. નારંગીની છાલને દાંત પર ઘસવાથી પણ ફાયદો થશે. દરરોજ રાત્રે નારંગીની છાલને દાંત પર ઘસો. તે પછી તેને બ્રશ કરો.
સફરજન ખાઓ
સફરજન ડાઘ અને દાંતના પીળાશને દૂર કરશે. તેનાથી તમારા દાંત સફેદ અને ચમકદાર બનશે. સફરજનમાં મેલિક એસિડ હોય છે, જે એક કુદરતી સફેદીનું સાધન છે. રોજ એક સફરજન ખાઓ. આ દાંતને એક્સફોલિએટ કરવામાં મદદરૂપ થશે અને ડાઘની સાથે બેક્ટેરિયા પણ ખતમ કરશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…