
કેસ્ટર ઓઈલને એરંડા તેલ -દિવેલ કહેવાય છે. આ તેલમાં ઘણા ઔષધીય ગુણધર્મો આવેલા હોય છે. આયુર્વેદમાં, તેનો ઉપયોગ બધી સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. સગર્ભા સ્ત્રીઓ પણ ડોક્ટરની સલાહ પર ડિલિવરી પહેલાં એરંડા તેલની અમુક માત્રામાં સેવન કરાવવામાં આવે છે. દિવેલ વાળ માટે પણ વરદાનથી ઓછું નથી. જે લોકોના વાળ વધતા નથી, વાળ સુકા અને નિર્જીવ થઈ ગયા છે અથવા તો નાની ઉંમરે સફેદ થઈ ગયા છે, તેઓએ દિવેલનો ઉપયોગ કરવો જોઈએ.
કન્ડિશનરનો ઉપયોગ કરવાની ખાસ જરૂરિયાત
વાળને નરમ અને સરળ બનાવવા માટે કન્ડિશનરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ એરંડા તેલ પોતે જ એક મહત્ત્વનું કન્ડિશનર છે. તેને એલોવેરા, લીંબુ અને મધ સાથે વાળની મૂળિયા પર લગાવીને એક કલાક માટે રહેવા દો. થોડા સમય પછી વાળને ધોઈ લો. એનાથી વાળ મજબૂત અને નરમ બને છે.
એન્ટિ ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણથી ભરપૂર
દિવેલ એન્ટિ ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણથી ભરપૂર હોય છે. તેના ઉપયોગથી વાળ મજબૂત થાય છે, વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે અને વાળનો ગ્રોથ ખૂબજ ઝડપી થાય છે. દિવેલ થોડું ચીકણું હોઈ ત્યારે તેણે નારીયેલ ના તેલ સાથે મિશ્ર કરીને તેનો ઉપયોગ કરી શકો છો. તેને એકથી બે કલાક વાળ પર રાખીને પછી માથું ધોઈ લો.
એરંડા નું તેલ વાળને સફેદ અટકાવે છે
આજકાલ નાના બાળકોના વાળ પણ સફેદ થઈ જવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, એરંડા તેલનો વપરાશ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. એરંડા તેલ વાળને સફેદ થતા રોકે છે અને વાળ કાળા અને જાડા બનાવે છે.
વાળ તૂટવાની સમસ્યા દૂર થાય
જે લોકોના વાળ ફાટીયા મોં વાળા અર્થાત બે ફાડા થઈ જાય છે. તેઓએ અઠવાડિયામાં બેથી ત્રણ વાર દિવેલ – એરંડા તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાળ તૂટવાની સમસ્યા દૂર થાય છે.