
ગ્રહોનું આપણા જીવનમાં ખુબજ મહત્વ રહેલું છે. ગ્રહોની ચાલ વ્યક્તિના જીવન પર પણ ઘણી અસર કરે છે. જો કોઈ ગ્રહ નારાજ હોય તો વ્યક્તિના સારામાં સારા કામ બરબાદ થઇ જાય છે. એવામાં જો તમે પણ આર્થિક તંગી સામે લડી રહ્યા છો અથવા અમીર બનવાના રસ્તા તપાસી રહ્યા છો તો ચાલો જાણીયે જ્યોતિષ અને વાસ્તુ એક્સપર્ટથી કે એવી કઈ વસ્તુઓ છે જે તમને ધનવાન બનતા રોકે છે.
ખરાબ સામાન બનાવી શકે છે કંગાળ
બંધ પડેલી કે ખરાબ ઘડિયાળ, તૂટેલા કાચ, કોઈ પણ ખરાબ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ, કાટ લાગેલ લોખંડ, વરસાદમાં પલળેલ લાકડું, બોન ચાઇના કે માટીના તૂટેલા વાસણ આ તમામ ગ્રહોથી પીડિત અવસ્થાઓ છે. તેને જલ્દીથી ઘરની બહાર કાઢો.
ઘરની અંદર કબુતર નો માળો
કબૂતરોનું ઘરમાં આવવું, માળો બનાવવો, ઈંડા મુકવા અને ઈંડાનું તૂટવું, આ બધાને કારણે થતી ગંદકી તમારી આર્થિક વૃદ્ધિમાં અડકણનો મોટો રોડો મનાય છે. આ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાંક લોકો પોતાના ઘરની છત પર પક્ષીઓ માટે અનાજ નાખતા હોય છે. આમ કરવું ખોટું છે. તમે પક્ષીઓ માટે અનાજ ઘર અંદર નાખવાને બદલે બહાર નાખી શકો છો. કબૂતરોનું ઘરમાં આવવા જવાનું રોકો કારણ કે તે આર્થિક તંગીનું સૌથી મોટું કારણ મનાય છે.
ઘરમાં કાંટાળા છોડ ન રાખો
ઘરમાં કાંટાળા છોડ અથવા દૂધ વાળા છોડ જેવા કે કેક્ટસ, રબર પ્લાન્ટ વગેરે ન લગાવો. ખાસ કરીને આ પ્રકારના છોડને તુલસીના છોડની સાથ કે તેની આસપાસ તો બિલકુલ ન રાખો કારણ કે તે ખરાબ રાહુ અને શનિનું પ્રતિનિધિત્વ કરે છે.
ઘર માં થતું લીકેજ અટકાવો
ઘરમાં લીકેજ થતું હોય એકદમ થી અટકાવો. આ શનિ અને રાહુનું ખરાબ કોમ્બિનેશન છે જે ચંદ્ર પર ભારે પડે છે. પાણીના લીકેજને કારણે દીવાલ પર ના પોપડા ઉખડે છે. તેનાથી સ્કિન ઇન્ફેક્શન થવાનો પણ ખતરો ઉભો થાય છે.