ફક્ત એક હેક્ટર જમીનમાંથી મેળવો બે લાખ રૂપિયા સુધીનો ચોખ્ખો નફો- ખેડૂતો ખાસ વાંચે આ લેખ

220
Published on: 11:45 am, Wed, 22 September 21

ખેડૂતો માટે અવારનવાર સોસિયલ મીડિયા પર કેટલીક મહત્વની જાણકારી આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ ફાયદાકારક જાણકારી સામે આવી છે. પંચમહાલ જિલ્લામાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં પ્રમુખ વૈજ્ઞાનિક ડો.એ.કે. સિંહ અને એમની ટીમ દ્વારા સમગ્ર દેશમાંથી બીલીપત્ર તેમજ બીલીના વૃક્ષની અનેકવિધ પ્રજાતિ લાવીને એના પર સંશોધનકરાયું હતું.

જેમાંથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એકસાથે 4 પ્રજાતિઓ ગોમાયસી, થાર નીલકંઠ, થાર સૃષ્ટિ અને થાર દિવ્ય વગેરે પ્રજાતિઓ વિકસિત કરવામાં આવી છે ત્યારે આ પ્રજાતિઓ ખૂબ જ ગુણોથી ભરપૂર છે તથા તેમાંથી ગોમાયસી પ્રજાતિ વ્યવસાયિક રૂપે ઉપયોગમાં લેવાઈ રહી છે.

દર વર્ષે આ પ્રજાતિની માંગમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો બીલીપત્રને શિવજી પર ચડાવવા માટેનો પત્ર સમજીએ છીએ પણ બીલીના વૃક્ષ પર લાગતું ફળ એટલે બીલુ નહીં સગન ફક્ત ખેતી કરીએ તો મબલખ નફો પણ મેળવી શકાય છે. આ વૃક્ષ પર લાગતા ફળ-ફૂલ છાલ અને મૂળ પણ ઔષધીય ગુણ ધરાવે છે. ડાયાબિટીસ જેવા અન્ય રોગોમાં પણ તે ખુબ ઉપયોગી નીવડે છે. જેનું વર્ણન ચરક સંહિતા બૃહદ સંહિતા જેવા ગ્રંથોમાં પણ થયું છે.

ઔષધીય સાથે વ્યાવસાયિક ગુણો ધરાવે છે. 
બીલી ઔષધીયની સાથે જ તેમને વ્યવસાયિક મૂલ્ય પણ ડો. એ.કે.સિંહે જણાવ્યું હતું. બીલીના વૃક્ષને કોઈપણ જાતની જમીન પર ઉગાડી શકાય છે તથા તેમાં ફળદ્રુપતા ન હોય તો પણ આ વૃક્ષને ઉછેરી શકાય છે. આની સાથે-સાથે આ વૃક્ષની સઘન ખેતી કરીએ તો બીલીના વૃક્ષને 5×5 મિટરના અંતરે રોપણી કરવાથી ફક્ત 1 હેક્ટર જમીનમાં 400 જેટલા બીલીના વૃક્ષો વાવીને વર્ષે 2 લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકાય છે.

હેક્ટરદીઠ 2 લાખ રૂપિયાની આવક મેળવી શકાય: 
ખેડૂતો ફાજલ પડેલ જમીનમાં વૃક્ષોનું વાવેતર કરીને વધારાની આવક મેળવી શકે છે. આની સાથે જ બીલીના ફળ ના રસમાંથી શરબત કેન્ડી મુરબ્બો તથા કાચા ફળમાંથી અથાણું પણ બનાવી શકાય છે કે, જેને પોતાના ઉપયોગમાં લઈને તેનો વ્યવસાયિક રીતે પણ ઉપયોગ કરી શકાય છે.

હાલમાં રાજસ્થાન, ગુજરાત, પંજાબ તથા ઉત્તર પ્રદેશમાં બિલ્લીનું વાવેતર શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ધીરે-ધીરે હવે ગુજરાતમાં પણ કેટલાક ખેડૂતો આનું વાવેતર કરી રહ્યા છે. બીલી ખૂબ જ ઔષધીય તથા પોષક તત્વ ધરાવતું વૃક્ષ ભવિષ્યમાં ઔદ્યોગિક મહત્વ મેળવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…