બે રૂપિયાની બચત અને મેળવો 36,000 રૂપિયા- તમે પણ આ રીતે ઉઠાવો સરકારી યોજનાનો લાભ

235
Published on: 11:20 am, Tue, 19 October 21

સરકાર દ્વારા અવારનવાર કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે કે ,જેમાંથી હાલમાં આ એક ખુબ ફાયદો થાય એવી યોજના અંગે જાણકારી લઈને આવ્યા છીએ. જો તમે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા હો તો તમારા માટે આ કામના સમાચાર છે. તમને ફક્ત 2 રૂપિયાની બચત પર 36,000 રૂપિયાનો ફાયદો થશે. ચાલો જાણીએ કઈ રીતે?

કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારો, મજૂરો, શ્રમિકો વગેરે માટે ખાસ યોજનાની શરૂઆત કરાઈ છે. જેનું નામ ‘પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના’ રખાયું છે. આ યોજના શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો તેમજ અન્ય કામોમાં લાગેલા અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે છે.

આપને જણાવી દઈએ કે, આ યોજના હેઠળ સરકાર તમને પેન્શનની ગેરંટી આપી રહી છે. આની સાથે જ આ યોજનામાં દરરોજ 2 રૂપિયાની બચત કરીને તમે વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. આમ, આ યોજના આપની માટે એક વરદાનરૂપ સાબીત થશે.

દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે:
જો કોઈ 18 વર્ષની ઉંમરથી આ યોજનાની શઆતરૂ કરે તો તેણે દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે એટલે કે, તમે દરરોજ ફક્ત 2 રૂપિયાની બચત કરીને તેમજ મહિના માટે 55 રૂપિયા જમા કરીને 36,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.

આની સાથે જ જે કોઈપણ વ્યક્તિ 40 વર્ષની ઉંમરથી આ યોજનાની શરૂઆત કરે તો એમણે દર મહિને 200 રૂપિયા જમા કરાવવાના રહેશે. આપને 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મળવાનું શરૂ થશે. 60 વર્ષ બાદ તમને દર મહિને 3,000 રૂપિયા એટલે કે 36,000 રૂપિયા પ્રતિ વર્ષ પેન્શન મળશે.

આ દસ્તાવેજો હોવા જરૂરી:
અરજી કરનાર વ્યક્તિ પાસે બચત બેંક ખાતું તેમજ આધાર કાર્ડ હોવું ખુબ જરૂરી છે. આની સાથે જ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી તેમજ 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. રજિસ્ટ્રેશન માટે કામદારને તેના આધાર કાર્ડ, બચત અથવા તો જન ધન બેંક એકાઉન્ટ પાસબુક, મોબાઇલ નંબરની જરૂર પડશે.

આની સિવાય, સંમતિ પત્ર પણ આપવો પડશે કે, જે બેંક શાખામાં પણ આપવો પડશે કે, જ્યાં કામદારનું બેંક ખાતું હશે તો જ તેના બેંક ખાતામાંથી પેન્શન માટે પૈસા કપાશે. આ યોજના માટે કોમન સર્વિસ સેન્ટરમાં નોંધણી કરાવવી પડશે. ભારત સરકાર દ્વારા આ યોજના માટે એક વેબ પોર્ટલ બનાવાયુ છે. કામદારો CSC કેન્દ્રમાં પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. આ કેન્દ્રો દ્વારા ઓનલાઈન બધી જ જાણકારી ભારત સરકારને મળશે.

ટોલ ફ્રી નંબર પરથી મેળવો માહિતી:
સરકાર દ્વારા આ યોજના માટે શ્રમ વિભાગના કાર્યાલય, LIC, EPFOને શ્રમિક સુવિધા કેન્દ્ર બનાવાયુ છે. આ કચેરીઓની મુલાકાત લઈને કામદારો યોજના અંગે માહિતી મેળવી શકે છે. સરકાર દ્વારા આ યોજના માટે ટોલ ફ્રી નંબર 18002676888 જારી કરાયો છે. આ નંબર પરથી યોજના વિશેની માહિતી મેળવી શકાય છે.