11 વર્ષમાં 11 બાળકોને જન્મ આપનારી આ મહિલા કરી રહી છે 12માં ની તૈયારી- કારણ જણાવતા મહિલાએ કહ્યું…

393
Published on: 12:12 pm, Fri, 26 November 21

વિશ્વમાંથી દરરોજ એવા ઘણા અજીબોગરીબ કિસ્સાઓ સામે આવે છે જે સાંભળીને લોકો ચોકી ઉઠે છે. આ દરમિયાન અમેરિકામાંથી એવો જ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમેરિકાના મેક્સિકોમાં રહેતી એક મહિલાએ માત્ર 37 વર્ષની ઉંમરમાં 11 બાળકોને જન્મ આપ્યો છે. એટલું જ નહીં પરંતુ હવે તે 12માં બાળકની તૈયારી પણ કરી રહી છે.

જાણવા મળ્યું છે કે, આ મહિલાનું નામ કર્ટની છે. જે મેક્સિકોની રહેવાસી છે. આ અંગે 37 વર્ષીય કર્ટનીનું કહેવું છે કે, “મને ગર્ભાવસ્થા દરમિયાન હંમેશા સારું લાગ્યું છે, મને નબળાઈ નથી લાગતી અને પીડા પણ નથી લાગતી. તે દરેક વખતે અલગ હોય છે, પરંતુ મારું શરીર ગર્ભાવસ્થાને સારી રીતે સંભાળે છે.”

કર્ટનીએ વધુમાં જણાવ્યું કે “જો આ ન હોત, તો અમારી પાસે આટલા બાળકો ન હોત. જોકે, એક મોટો પરિવાર હોવાને કારણે અમારે ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. કદાચ આ જ કારણ હોઈ શકે કે, તે હવે બાળકોને જન્મ આપવા નથી માંગતી. પોતાની પરેશાનીઓનો ઉલ્લેખ કરતા કર્ટની જણાવે છે કે, “મોટો પરિવાર હોવાના કારણે અમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અમે જ્યાં પણ જઈએ છીએ, ત્યાં લોકોના ટોળા ભેગા થઇ જાય છે.”

કર્ટનીના પરિવારની સૌથી રસપ્રદ વાત એ છે કે, દરેકનું નામ ‘C’ થી શરૂ થાય છે કર્ટની અને તેના પતિ ક્રિસ રોજર્સ બંનેના નામ ‘C’ થી શરૂ થાય છે. તેથી જ તેણે તેના બધા બાળકોના નામ ‘C’ પરથી રાખ્યા છે અને તે નવા સભ્યનું નામ પણ ‘C’ રાખવા જઈ રહી છે. જણાવી દઈએ કે, આ કપલને 6 દીકરા અને 5 દીકરીઓ છે અને તેઓ ઈચ્છે છે કે, તેમનું બાળક દીકરીના રૂપમાં હોય, જેથી 6 દીકરા અને 6 દીકરીઓ થાય.

કર્ટની જણાવે છે કે “આપણે આવવા-જવા માટે 15 મુસાફરો સાથેની વાન અથવા બસનો પણ ઉપયોગ કરવો પડે છે. છેલ્લી વખત જ્યારે અમે વેકેશન પર ગયા ત્યારે અમે એક ઘર ભાડે લીધું કારણ કે, અમારે હોટેલમાં ઘણા બધા રૂમ ભાડે લેવા પડે એમ હતા. અમારા ઘરમાં 7 બેડરૂમ અને 4 બાથરૂમ હોવા છતાં અમારું ઘર નાનું લાગે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…