દેશમાં શરુ થઇ કુતરા-વાંદરા વચ્ચે લોહીલુહાણ જંગ- ગલુડિયાએ એક બાળવાનરને મારી નાખતા, વાંદરાઓએ અઢીસો ગલુડિયાઓને મારી નાખ્યા

Published on: 2:16 pm, Sun, 19 December 21

તમને જાણીને નવીન લાગશે કે, હાલ દેશમાં મોટી જંગ ચાલી રહી છે. આ કોઈ સામાન્ય જંગ નથી રહી, પરંતુ એક લોહિયાળ જંગ બની ગઈ છે. જી હા, દેશમાં વાંદરા અને કુતરા વચ્ચે મોટી જંગ થઇ હતી, હાલ આખા સોસીયલ મીડિયામાં આ જ વાત ટ્રેન્ડ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર રાજ્યના બીડ જિલ્લામાં હાલના દિવસોમાં વાનર અને કુતરા વચ્ચે લોહિયાળ જંગ ચાલી રહી છે. બીડ જીલ્લાના એક ગામમાં કૂતરા અને વાંદરાઓ વચ્ચે ચાલી રહેલી આ જંગમાં અત્યાર સુધીમાં 80થી વધુ ગલુડિયાઓને વાનરોએ મારી નાખ્યા છે. આ માત્ર વાતો જ નહિ પરંતુ કેમેરામાં પણ આ દ્રશ્યો કેદ થયા છે. સ્થાનિકોના કેટલાય પ્રયાસો છતાં આ જંગ બંધ થવાનું નામ જ નથી લઇ રહી.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, વાનરો અને કૂતરાઓ વચ્ચે ચાલી રહેલી આ જંગની ઘટના માજલગાંવના લવુલ ગામની છે. આ ગામના સ્થાનિક અધિકારીએ જણાવતા કહ્યું છે કે, આ જંગ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે. સૌથી પહેલા તો કૂતરાઓ વાંદરાઓ પર હુમલો કરે છે, અને પછી વાંદરાઓ કૂતરા પર હુમલો કરે છે. પરીસ્થિતિ જોતા લાગે છે કે, આ જંગમાં વાંદરાઓ કુતરાઓ પર ભારે પડી રહ્યા છે. આ જંગમાં ગલુડિયાઓને ભોગ બનવું પડે છે. કારણ જાણતા, જાણવા મળ્યું કે વાનરો ગલુડિયાને ઉંચી જગ્યાએ લઇ જાય છે અને ત્યાંથી નીચે ફેંકી દે છે.

આ ઘટના નજરે જોનારા સ્થાનિકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં કૂતરા અને વાંદરાઓ વચ્ચેની આ જંગ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, સૌથી પહેલા એક ગલુડિયાએ બાળવાનરને મારી નાખ્યું હતું, જેનો બદલો લેવા માટે વાનરોએ ગલુડિયાને મારવાનું શરુ કર્યું છે.

લોકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં હવે એક પણ બાળશ્વાન બચ્યું નથી. વાનરોએ દરેક ગલુડિયાને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ જંગથી લોકોમાં પણ ડરનો માહોલ છવાયો છે. જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં 80થી વધુ ગલુડિયાઓને વાનરોએ મારી નાખ્યા છે. વાનરો ઊંચા ઝાડ અથવા ઈમારત પર ચઢી જાય છે અને તેને એટલી જોરથી નીચે પછાડે છે, જેના કારણે ગલુડિયાનું મોત થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…