વિઘ્નવિનાયક ગણેશજીની સ્થાપના કરતી વખતે ખાસ રાખો આ બાબતોનું ધ્યાન, નહીતર થઇ જશે અશુભ

Published on: 4:34 pm, Thu, 9 September 21

આવતીકાલે ગણેશ ચતુર્થીનો તહેવાર હોવાથી મોટાભાગના લોકો પોતાના ઘરમાં અથવા તો શેરી-ગલીઓમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે ત્યારે હાલમાં પણ અમે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જે આપને ગણેશ સ્થાપના દરમિયાન ખુબ ઉપયોગી સાબિત થશે.

કેવી પ્રતિમા માનવામાં આવે છે શુભ?
વિધ્નવિનાયક ભગવાન ગણેશને સુખ, સમૃદ્ધિ તેમજ વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં ભગવાન ગણેશની મુર્તિ રાખવાથી કોઈપણ જાતનો ક્લેશ થતો નથી તેમજ ઘર હંમેશા ખુશીઓથી ભરપુર રહે છે. વાસ્તુ પ્રમાણે ગણપતિની મુર્તિ સ્થાપિત કર્યા પહેલા કેટલીક  સાવધાની રાખવી જોઈએ. આવો જાણીએ કે, ગણેશજીને ઘરમાં ક્યાં તેમજ કેવી રીતે સ્થાપિત કરવાથી સુખ, સમૃદ્ધિનો વાસ થાય છે

દિશાનું રાખો ખાસ ધ્યાન:
ભગવાન ગણેશને ઘરના ઉત્તર પૂર્વના ખૂણામાં સ્થાપિત કરવું સૌથી શ્રેષ્ઠ મનાય છે. ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો પુજા-પાઠ માટે ઉત્તમ માનવામાં આવે છે. ગણેશજીને ઘરના પૂર્વ અથવા તો પશ્ચિમ દિશામાં પણ મુકી શકાય છે. મૂર્તિની સ્થાપના કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે, ભગવાનના બન્ને પગ જમીનને સ્પર્શ કરી રહ્યા હોય. જેથી સફળતા તમારી પાસે આવશે. ભગવાન ગણેશને ક્યારેય ઘરની દક્ષિણ દિશામાં ન રાખવા જોઈએ. ઘરમાં જે બાજુ પૂજા ઘર હોય ત્યાં રાખવા.

બેસેલા ગણેશ વિશે જાણીલો આ વાત:
જો તમે પોતાની ઓફિસ અથવા તો કામની જગ્યા પર ગણેશની મુર્તિની સ્થાપના કરવા ઈચ્છતા હો તો હંમેશા ધ્યાન રાખવું કે, ગણેશજીની બેઠેલી મુદ્રા ન હોય. બેઠેલા ગણેશજીની યોગ્ય જગ્યા પર તમારા ઘરમાં સ્થાપના કરવી કે, જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ગાયના છાણથી બનાવેલ ગણેશની પ્રતિમા ખૂબ જ શુભ મનાય છે.

ગણેશજીની સુંઢનું ખાસ રાખો ધ્યાન:
પોતાના ઘરમાં હંમેશા એ જ ગણેશજીની મુર્તી લાવો કે, જેમની સુંઢ ડાબી બાજુ હોય. ઘરના મંદિરમાં ગણેશની માત્ર એક જ મુર્તિ રાખવી જોઈએ. બે અથવા તેનાથી વધુ ગણેશની મુર્તી રાખવાથી તેમના પત્ની રિદ્ધિ-સિદ્ધિ નારાજ થઈ શકે છે.

કયા પ્રકારની હોવી જોઈએ મુર્તિ?
ઘરમાં ક્રિસ્ટલના ગણેશ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તમે ઘરમાં ક્રિસ્ટલના નાના ગણેશ રાખી શકો છો ત્યારે જ હળદળથી બનાવેલ ગણેશ પણ તમારૂ ભાગ્ય ચમકાવી શકે છે. હળદરના ગણેશને ઘરમાં રાખવાથી ભાગ્ય તમારો સાથ ક્યારે છોડતું નથી.

મોદક અને મુશક જરૂર રાખો:
જ્યારે પણ ભગવાન ગણેશની મુર્તિની સ્થાપના કરો ત્યારે એવી મુર્તી જ લાવવી કે, જેમાં મોદક તથા ગણેશજીના વાહન મુશકરાજ પણ સાથે હોય. નહીં તો તે મુર્તિ અધુરી રહેશે. ગણેશજીને લાકડાના કોઈપણ ટેબલ પર મુકી શકો છો તેમજ તેમના ચરણોમાં 1 વાટકી ચોખા અર્પણ કરવાથી ભાગ્ય તમારો સાથ આપશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…