જાણો કેમ ગાંધીનગરમાં એક પિતાએ જ માસુમ દીકરાને તરછોડ્યો, કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે!

218
Published on: 11:21 am, Sun, 10 October 21

ગાંધીનગરના પેથાપુરમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો વ્યક્તિ ભાગી ગયો હતો. એક વ્યક્તિ માસૂમ બાળકને રસ્તે રખડતું મૂકીને ચાલ્યો ગયો હતો. આ તમામ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. લોકોને બાળક રસ્તા પર રઝળતી હાલતમાં મળી આવ્યું હતું. જેથી હવે બાળકના માતા-પિતા કોણ છે તેની શોધખોળ શરુ કરી હતી.

જો કે આ કેસ એટલો હાઇપ્રોફાઇલ બની ગયો હતો કે, ગૃહમંત્રી પોતે ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસને આ બાળકના પિતાને શોધવા માટે સુચના આપી હતી. પોલીસે તેનો પિતા સચિન દીક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર SP મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, પતિ-પત્નીના ઝગડામાં બાળકને તરછોડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘરકંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

સચિન નંદકુમાર દીક્ષિત નામનો વ્યક્તિ ગાડી પર આવ્યો હતો અને બાળકને મુકીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. પતિ પત્નીના ઝગડામાં તે પોતાના બાળકને મુકીને ભાગી ગયો હતો. આ સચિન દીક્ષિત વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તે પોતાના બાળકને મુકીને કોટા ચાલ્યો ગયો હતો. જો કે પોલીસે તેની કોટાથી અટકાયત કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બાળકને તરછોડ્યા પછી તે રાજસ્થાન ભાગી ગયો હતો અને પોલીસે તેની રાજસ્થાનના કોટામાંથી પકડી પડયો હતો. ઉલેખનીય છે કે, વાલી-વારસોને શોધવા માટે પોલીસની 8 ટીમ તૈયાર કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, આ દિક્ષિત દંપતી સેક્ટર 26માં આવેલી ગ્રીનસિટી સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને બાળકને તરછોડ્યા પછી પરિવારના ચાર સભ્યો ત્યાંથી ચાલ્યા ગયા હતા. પોલીસ ત્યાં પૂછપરછ માટે પહોંચી ત્યારે પાડોસીઓએ પણ પોલીસને સંતોષજનક જવાબ મળ્યો ન હતો. આ કેસની તપાસ એસઓજી પીઆઇ સચિન પવાર કરી રહ્યાં છે. બાળકના પિતાની શોધમાં પોલીસે 100થી વધુ ફૂટેજ ચેક કર્યા હતા. કાર ઘરેથી મળી આવી હતી.

ગઈકાલે રાત્રિના સમયે ગાંધીનગરનાં પેથાપુરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે કોઈ અજાણ્યો વ્યક્તિ નાના બાળકને મુકીને ભાગી ગયો હતો. ગાંધીનગર પોલીસ છેલ્લા બાર-તેર કલાકથી બાળકના વાલી-વારસો મળી જાય એની તપાસમાં જોડાઈ ગયા હતા. વાલી-વારસોને શોધવા માટે પોલીસે 8 ટીમ તૈયાર કરી હતી.

આ ઉપરાંત ગુજરાતમાં મિસિંગ બાળકોની માહિતી ભેગી કરવા માટે 2 ટીમને કામે લગાવી હતી. જ્યારે અન્ય રાજ્યમાં મળી આવેલાં બાળકોની મિસિંગ કમ્પ્લેન નોંધાઈ છે કે, નહીં એની તપાસ પણ ચાલુ કરવામાં આવી હતી.

શુક્રવારે આઠ-નવ વાગ્યાની આસપાસ ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળાના સેવકને દરવાજા પાસેથી બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો, તેથી તે દોડીને દરવાજે ગયો હતો. ત્યાં જોયું તો દરવાજા પાસે એક બાળક રડી રહ્યું હતું, જેથી તેને સેવકે તરત તેને તેડીને શાંત રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ તેના વાલી-વારસોને શોધ્યા હતા, પરંતુ કોઈ ભાળ ન થતા તેણે ગુરુકુળના સ્વામીને બાળકને માલાવ્યું હતું.

ત્યારબાદ સ્વામીના કહેવાથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરવામાં આવી હતી, જેને કારણે પેથાપુર પોલીસ મથકના એએસઆઇ હર્ષરાજસિંહ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચ્યા હતા. પોલીસે ગુરુકુળના સીસીટીવી ચેક કરતાં એક શખસ બાળકને ગૌશાળામાં મૂકીને ભાગી ગયો હતો. ત્યારે ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તેના વાલી-વારસોને શોધખોળની કામગીરી શરુ કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…