ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર: ખાતરના ભાવની અણસમજણ વચ્ચે દિલીપ સંઘાણીએ કરી સ્પષ્ટતા

142
Published on: 12:14 pm, Tue, 26 October 21

વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવોની સાથોસાથ ખાતરનાં ભાવમાં પણ સતત વધારો થતો જે રહ્યો છે ત્યારે રાજ્યના ખેડૂતો જણાવી રહ્યા છે કે, NPK 1,185 ને બદલે 1,440 રૂપિયાના નવા ભાવની સાથે વેચાઇ રહ્યું છે એટલે કે, ફક્ત એક બેગ પર 255 રૂપિયાનો વધારો યથાવત જ રહેલો છે ત્યારે ખેડૂતોએ દાવો કર્યો છે કે, કોઇપણ જાતનો ભાવ વધારો પરત ખેંચવામાં આવ્યો નથી. ઇફકોના ખાતરના ભાવમાં વધારો હજુ પણ યથાવત જ છે.

આ અંગે ઇફ્કોનો ચેરમેનમ દિલીપ સંઘાણી જણાવે છે કે, કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર છે એટલે આવા મુદ્દા ઉઠાવી રહી છે. ખાતરમાં રો-મટિરિયલના ભાવમાં વધારો થયો છે. સરકાર ખાતર પર 1 લાખ કરોડની ખેડૂતોને સબસિડી આપી રહી છે. હાલમાં 1,800 રૂપિયા જેટલી સબસિડી આપવામાં આવી રહી છે.

ખાનગી કંપનીઓના ખાતરના ભાવ ઇફ્કોના નામે ચડાવવામાં આવી રહ્યા છે. ભાવ વધતા સરકાર દ્વારા સબસિડીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જયારે યુરિયા તેમજ DAPમાં એકપણ રૂપિયાનો વધારો નોંધાયો નથી. દિલીપ સંઘાણી જણાવે છે કે, સબસિડીમાં 28,000 કરોડનો વધારો નોંધાયો છે.

ઇફ્કોને બદનામ કરવાનું કાવતરું:
આ ઇફ્કોને બદનામ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. એકસાથે 4,000 હજાર કરોડની ખોટ ખાઇને પણ ખેડૂતોને ખાતર આપવામાં આવ્યું છે. સાથે જ ખુબ લાંબા સમયથી સહકારી સંસ્થાઓ ખોટ ખાઇ રહી છે. પહેલા પણ આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જણાવે છે કે, ખાતરના ભાવમાં કોઇ વધારો કરવામાં નહિ આવે.

ભારત સરકારની ઉચ્ચ કક્ષાની મિટિંગ લેવાયો છે નિર્ણય:
કેન્દ્ર સરકારની ઉચ્ચ કક્ષાની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, પહેલા જુના ભાવે જે ખાતર મળી રહેતું હતું તે જ ભાવે મળી રહેશે. સરકાર ખેડૂતો પર વધારાનો કોઈ બોજ નહીં પડવા દે. મનસુખ માંડવિયા જણાવે છે કે, કંપનીઓને ભાવ વધારો પાછો ખેંચવા માટે સૂચના આપી દીધી છે. જો કે, હવે બનાસકાંઠાના ખેડૂતો આરોપ મૂકી રહ્યા છે કે, જેને લઇ હવે ફરી ખાતરના ભાવને લઇને પ્રશ્નો ઉઠ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…