સંબંધીઓની મુલાકાતે આવેલા પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 2ના મોત નીપજતા અરેરાટી છવાઈ 

296
Published on: 4:19 pm, Mon, 16 May 22

આજકાલ રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લામાંથી પણ અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આજે બપોરે મહેસાણા નંદાસણ હાઇવે પર ગાંધીનગર જતી વખતે પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમા ગાડીમાં સવાર બે વૃદ્ધાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

મળતી માહિતી મુજબ, મહેસાણા નંદાસણ હાઇવે પર આવેલા મંડાલી પાટિયા નજીક આજે બપોરના સમયે ગાંધીનગર જઇ રહેલી ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી હાઇવે પર ફગોળાઈ ગઈ હતી. જ્યાં ગાડી ઝાડ સાથે ટકરાયા બાદ રોગ સાઈડમાં ફગોળાઈને બીજા ઝાડ સાથે અથડાઈ હતી.

આ ઘટનામાં ગાડીમાં સવાર બે વૃદ્ધાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું. મૂળ બોકરડાં ગામનો પરિવાર જે ગાંધીનગર રહે છે. રવિવાર હોવાથી ગામમાં રહેતા પરિવારને મળવા આવ્યા હતા.

આ દરમિયાન, બપોરે ગાંધીનગર જતી વખતે મંડાલી પાટિયા નજીક  ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં સવાર અલકાબેન અરવિંદભાઈ પટેલ અને કંકુબેન બબલદાસ પટેલ આમ બે વૃદ્ધના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે ગાડીમાં સવાર બે પુરુષને ઇજાઓ પહોચતા તેમને મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અકસ્માતને લઈને લાઘણજ પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…