જાણો શું કામ હિંદુ ધર્મમાં રાતે નથી થતા અંતિમસંસ્કાર? અને જો આવું કરવાનો સાહસ કરે તો…

Published on: 10:31 am, Thu, 9 December 21

જો આપણે પૃથ્વી પર જન્મ લીધો છે તો આપણું આજે નહિ તો કાલે મુત્યુ સુનિશ્ચિત છે. વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં ઘણીબધી પ્રગતિઓ કરી છે. પરંતુ આજ સુધી વૈજ્ઞાનિકો જાણી નથી શકયા કે અંતકાળે મૃત્યુ બાદ લોકો સાથે શું થાય છે અને તેમની આત્મા ક્યાં જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે કોઈ લોકો નાની એવી ઉંમરથી જ મૃત્યુ પામે છે તો કોઈ વૃદ્ધ અવસ્થામાં પોતાનો જીવ ગુમાવે છે.

દરેક લોકોના અલગ અલગ રીતે એટલે કે, પોતાના ધર્મના રીતિરિવાજો અનુશાર અંતિમસંસ્કાર કરવામાં આવે છે. એક કહેવત છે કે, આપણે જીવવું જૂઠ છે પરંતુ આપણું મૃત્યુ આપણું એ સત્ય છે. જયારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે લોકો એવી પરિસ્થિતિ પસાર થતા હોય છે કે લોકો વિચાર કરવા માટે મજબુર બની જાય છે. અને વિચારે છે કે, કોઈ નાની ઉમરે તો કોઈ વૃદ્ધ અવસ્થામાં શા માટે મૃત્યુ પામતા હશે.

કહેવાય છે કે વ્યક્તિના મૃત્યુ થયા પછી આપણે આપણી સાથે તે વ્યક્તિની યાદ જ રાખી શકીએ છીએ. અને તેમની આત્મા હંમેશા આપણામાં જીવંત રાખી શકીએ છીએ. તેથી મૃત્યુ થયા પછી તે વ્યક્તિના શરીરનો સંપૂર્ણ નાશ થઇ જાય છે, મૃત્યુને લઈને દરેક ધર્મમાં અલગ-અલગ પરંપરાઓ રીતે વિધિ કરવામાં આવતી હોય છે. જ્યાંરે કહેવાય છે કે હિંદુ ધર્મ અને શીખ ધર્મમાં જ મૃતક વ્યક્તિ અંતિમ સંસ્કાર તેમજ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં મૃત થયેલ વ્યક્તિને કબરમાં રાખીને તે કબરને જમીનમાં દફનાવાઈ છે. તેવી જ રીતે અલગ અલગ ધર્મ અનુશાર અલગ અલગ રીવાજોના આધારે લોકો દફ્નાવે છે તો કોઈ તેમના અંતિમ સંસ્કાર કરાવે છે.

કહેવાય છે કે હિંદુ શાસ્ત્રોમાં જન્મથી લઈને મૃત્યુ સુધીમાં કુલ 16 જેટલા સંસ્કારો આપવામાં આવે છે. 16 સંસ્કાર માંથી સો પ્રથમ જન્મ માટેના અને છેલ્લા મૃત્યુ માટેના એટલે કે અંતિમ સંસ્કારની ગણતરી કરવામાં આવે છે. તેમજ લોકો વ્યક્તિના મૃત્યુ થયા બાદ લોકો પોતાના ધર્મ અનુશાર અલગ અલગ રીતે વિધિઓ કરતા હોય છે.

મૃતક વ્યક્તિને સ્નાન કરાવ્યા બાદ વ્યક્તિને નવા વસ્ત્રો ગ્રહણ કરાવડાવે છે. તેમજ ઘણી વસ્ત્રો ગ્રહણ બાદ ધાર્મિક વિધિકરાવે છે. ત્યાર બાદ મૃતદેહ વ્યક્તિને સ્મશાનગૃહમાં લઇ જઈ ને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો કે અંતિમ સંસ્કાર દરમિયાન અગ્નિસંસ્કારના તમામ કામ મૃતકના પુત્ર, પતિ કે પિતા જ તેને કરી શકે છે.

હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત પહેલા જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કેમ કે હિંદુ ધર્મના ગરુણ પુરાણ અનુશાર એવું માનવામાં આવે છે કે, જો સૂર્યાસ્ત પહેલા મૃતક વ્યક્તિના અંતિમ સંસ્કાર ન કરવામાં આવે તો મૃતક વ્યક્તિની આત્માને ક્યારેય પણ શાંતિ નથી મળતી. તેમજ એમ પણ કહેવામાં આવે છે કે તે વ્યક્તિ પુનર્જન્મ લે છે ત્યારે તેને કોઈ ખોટ ખાપણ રહી જાય છે, તે માટે સૂર્યાસ્ત પહેલા જ અંતિમ સંસ્કાર કરવા ખુબ જ જરૂરી છે.

જ્યારે વ્યક્તિને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવે છે ત્યારે બાળવા માટે લાકડાની ટોચ તેના મૃતદેહને મૂકવામાં આવે છે, તે દરમિયાન ત્યાં એક પાણીથી ભરેલ ઘડામાં એક છિદ્ર કરવામાં આવે છે. જેના કારણે ઘડામાંથી થોડું થોડું પાણી પડવા લાગે છે. કારણ કે, માનવ શરીર પણ એક પાત્ર સમાન ગણવામાં આવે છે. જેના પરથી કહી શકાય કે જીવનનું ભરેલું પાણી ધીરે ધીરે એમ કરીને સંપૂર્ણ જીવન પણ સમાપ્ત થયું છે.

ગરુડ પુરાણ અનુસાર કરવામાં આવેલ આ તમામ બાબત મૃતક વ્યક્તિની આત્માને શાંતિ આપે છે. હિંદુ ધર્મ અનુસાર, સામાન્ય માણસને અંતિમ સંસ્કાર તેમજ સંતો અને બાળકોને દફનાવવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…