લાખો લોકો આ મંદિરમાં આવી માતા ચામુંડાના નામની ચુંદડી બાંધી પૂરી કરે છે પોતાની મનોકામના

150
Published on: 2:29 pm, Sat, 4 December 21

હિંદુ ધર્મમાં દેવી -દેવતાઓને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. તેમજ આપણા દેશમાં દેવી-દેવતાઓના અનેકો મંદિરો પણ આવેલા છે. ભક્તો દૂર-દૂરથી દેવી -દેવતાઓના મંદિરમાં પોતાની મનોકામના લઈ આવતા હોય છે. તેમજ કહેવાય છે કે ભગવાનના દર્શન કરીને દરેક ભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે આજે આપણે ચામુંડા માતાજીનાં મંદિરની મહિમા વિશે થોડી વાત કરીશું. ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલ આ ચામુંડા માતાજીના મંદિરમાં દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે.

કહેવાય છે કે ડુંગર પર આવેલ આ મંદિરમાં ચામુંડા માતાજી સાક્ષાત બિરાજમાન છે. મંદિરમાં સાક્ષાત માતાજી બિરાજમાન હોવાથી ભક્તો દુર દુરથી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માતાજીના મંદિરમાં આવે છે અને મંદિરમાં માતાજીના નામે ચુંદડી બાંધે છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરમાં માતાજીના નામે ચુંદડી બાંધવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

ડુંગર પર આવેલ આ માતાજીના મદિરમાં લાખોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન અને પોતાની બધી જ મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તો ત્યાં માતાજીના નામે ચુંદડી બાંધે છે. જેથી તેમની મનોકામના પૂર્ણ થાય. તેમજ મંદિર ડુંગર પર આવેલ હોવાથી ભક્તો માતાજીનાં દર્શન કરવા પગથિયાં ચડીને અથવા રોપ વેની સુવિધા હોવાથી તેના દ્વારા પણ માતાજી પાસે જાય છે. અને માતાજીના દર્શન પ્રાપ્ત કરે છે. તેમજ ત્યાં ગયેલ તમામ ભક્તો એટલે કે નાના બાળકો થી લઈને વૃદ્ધ માણસ પણ ચામુંડા માતાજીના ચરણોમાં પોતાનું માથું ઝુકાવીને પ્રાર્થના કરતા હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…