દેશની આ નદી માંથી નીકળે છે સોનાનાં ટુકડા,સોનું વીણવા અહિયાં લોકોની લાગે છે લાઇન

104
Published on: 4:53 pm, Thu, 26 May 22

આપણા દેશમાં નદીઓને “માતા” તરીકે પૂજવામાં આવે છે. એટલા માટે આપણે નદીઓને પણ માં એટલે કે રક્ષક તથા પાલનહાર ના રૂપમાં જોઈએ છીએ. માં નો સ્વભાવ છે કે તે પોતાના બાળકો પર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતી હોય છે. એવી જ રીતે આ પ્રકારનો સ્વભાવ નદીનો પણ હોય છે. આ એક ઐતિહાસિક તથા પૌરાણિક તથ્ય છે કે નદીઓના કિનારે સૌથી સમૃદ્ધ સભ્યતાનો વિકાસ થાય છે. આપણી નદીઓ સામાન્ય જનજીવનને સમૃદ્ધ બનાવે છે.અને કેટલીક નદીઓના નામ થી લોકો દર્શન કરવા માટે જાય છે.

સામાન્ય રીતે તો આપણા દેશમાં અઢળક નદીઓ વહે છે અને દરેક નદીની પોતાની કહાની તથા માન્યતા પણ છે. પરંતુ બધી નદીઓ નો સ્વભાવ છે કે જો આપણે તેની સાથે છેડછાડ ન કરીએ તો તે આપણને ઘણું બધું આપે છે. ઝારખંડમાં રાંચીના કિનારે એક એવી નદી છે, જે આપણને સોના જેવી અનમોલ ધાતુ આપે છે.

રાંચી થી ફક્ત ૧૬ કિલોમીટર અંતર પર “સુવર્ણ રેખા” નદી પણ એક આવી જ નદી છે. આ નદીમાં સદીઓથી પાણીની સાથે સોનું વહીને આવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે સેંકડો વર્ષ બાદ પણ વૈજ્ઞાનિકો જાણી શક્યા નથી કે આ નદીમાં સોનું ક્યાંથી આવે છે.

ઝારખંડની આ સુવર્ણ રેખા નદી માં પાણી ની સાથે સોનુ વહી ને આવતું હોવાને લીધે તેને “સુવર્ણ રેખા” નદીનાં નામથી ઓળખવામાં આવે છે. તેને સામાન્ય લોકો અહીંયા સોનાની નદી પણ કહે છે. અફવા છે કે અહીંયાના સ્થાનીય આદિવાસી આ નદીમાં સવારે આવે છે અને આખો દિવસ રેતીને ગાળીને સોનાના કણ એકઠા કરે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે નદી માંથી સોનુ કાઢવાનો કામ ખુબ જ મુશ્કેલ છે. નદી ની રેતી માંથી સોનું એકઠું કરવા માટે લોકોએ દિવસભર મહેનત કરવી પડે છે. આદિવાસી પરિવારના લોકો આખો દિવસ પાણીમાં સોનાના કણ શોધતા હોય છે. આખો દિવસ કામ કર્યા બાદ સામાન્ય રીતે એક વ્યક્તિને એક અથવા બે સોનાનાં કણ મળી શકે છે. ઘણી વખત તો આખો દિવસ મહેનત કર્યા બાદ પણ એક પણ કણ મળતો નથી.

અહીંયાના લોકો જણાવે છે કે એક વ્યક્તિ આખા મહિનામાં ૬૦ થી ૮૦ સોનાનાં કણ જ નીકળી શકે છે. ઘણી વખત તો મહિનામાં ૩૦ સોનાના કણ કાઢવા પણ મુશ્કેલ બની જાય છે. આ કણ ચોખાના દાણા જેવડા હોય છે અથવા તો તેનાથી પણ નાના હોય છે. તેઓ એક કણ ને વેચીને ૮૦ થી ૧૦૦ રૂપિયા કમાય છે. આવી રીતે સોનાના કણ વેચીને વ્યક્તિ સરેરાશ મહિનામાં પાંચ થી આઠ હજાર રૂપિયા કમાય છે. જોકે બજારમાં એક કણ ની કિંમત ઘણી વખત ૩૦૦ રુપિયા થી વધારે હોય છે.

વારંવાર લોકોના દિમાગમાં એવો સવાલ આવે છે કે આખરે આ નદીમાં સોનાના કણ ક્યાંથી આવે છે? આ વાતને લઈને ભુ-વૈજ્ઞાનિકોનું માનવું છે કે નદી તમામ પહાડોમાંથી થઈને પસાર થાય છે. આ પહાડોમાંથી મળનાર સોનાના ટુકડા ઘર્ષણને કારણે તૂટીને નદીમાં ભળી જાય છે. ત્યારબાદ તે નદીના વહેણની સાથે આગળ ચાલી આવે છે.

સ્વર્ણ રેખા સિવાય અમુક જગ્યાઓમાં નદી “સુબર્ણ રેખા” નાં નામથી પણ ઓળખવામાં આવે છે. સ્વર્ણ રેખા નદીનું ઉદ્ગમ કરાંચીથી અંદાજે ૧૬ કિલોમીટર દૂર છે. તેની કુલ લંબાઇ ૪૭૪ કિલોમીટર છે. સ્વર્ણ રેખાની એક સહાયક નદી “કરકરી નદી” ની રેતી માંથી પણ સોનાનાં કણ મળે છે. જ્યારે અમુક લોકોનું એવું પણ કહેવું છે કે સુવર્ણ રેખા નદીમાં જે સોનાનાં કણ મળી આવે છે, તે કરકરી નદીમાંથી વહીને જ આવે છે.વૈજ્ઞાનિકો પણ આનું મુખ્ય કારણ હજુસુધી શોધી શક્ય નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…