
મહત્વના સમાચાર આધાર કાર્ડ ધારકો માટે સામે આવ્યા છે. જો તમે આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગો છો, તો કાર્ડમાં તમારા પિતા અથવા પતિ સાથેના સંબંધની ઓળખ જાહેર કરવામાં આવે નહીં. એટલે કે, હવે પતિ કે પિતાનું નામ આધાર કાર્ડમાં ફરજિયાત નથી. હવે તમારી વિશિષ્ટ ઓળખનું એક મધ્યમ આધાર કાર્ડ છે.
આધાર કાર્ડથી વ્યક્તિના સંબંધને આ નવા ફેરફાર પછી ઓળખી શકાશે નહીં. હવે માત્ર ફોટો આઈડી તરીકે આધારનો ઉપયોગ થશે. માહિતી મુજબ, આધાર કાર્ડમાં પિતા કે પતિને બદલે કેર ઓફ લખાશે.
આધાર કાર્ડ અંગે આ ફેરફાર વર્ષ 2018 માં સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે કરવામાં આવ્યો છે. તે નિર્ણયમાં લોકોની પ્રાઇવસીની વાત કરવામાં આવી હતી. જો કે જ્યારે આ ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારથી તેની માહિતી UIDAI દ્વારા જાહેર કરવામાં આવી ન હતી.
આધાર મંત્રાલય અંતર્ગત કાર્યરત કોમન સર્વિસ સેન્ટર (CSC) ના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ત્યાગીએ માહિતી આપી હતી કે, હવે આધાર કાર્ડમાં પિતા, પુત્ર, પુત્રીની જગ્યાએ ‘કેર ઓફ’ લખવામાં આવે છે. એટલું જ નહીં, નવા નિયમ અંતર્ગત જો કોઈ ઈચ્છે તો કેર ઓફમાં કોઈનું નામ લખાવી શકશે નહીં. આધાર કાર્ડ માત્ર નામ અને સરનામું આપીને પણ બનાવી શકાય છે. હવે આધારને કારણે સંબંધો નક્કી થશે નહી.
મળતી માહિતી અનુસાર, રણધીર સિંહએ જ્યારે તેની પત્નીના આધારે સરનામું બદલાવ્યું ત્યારે આધાર કાર્ડમાં તેનું નામ Wife Of ને બદલે Care Of આવ્યું હતું. પહેલા તેને વિચાર્યું કે, આ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હશે પરંતુ બાદમાં તેમને નિયમોમાં ફેરફાર વિશે જાણ થઇ હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…