આ મંદિરમાં આવતા દરેક ભક્તોની નાનીથી લઈને દરેક બીમારીની થાય છે નિશુલ્ક સારવાર

84
Published on: 9:19 am, Sat, 18 December 21

તમે સાંભળ્યું હશે કે, મંદિરમાં ભગવાનના દર્શન માત્રથી દરેક દુઃખ દર્દો ગાયબ થઈ જાય છે, પરંતુ એક એવું અનોખો મંદિર છે, કે જ્યાં જનારા દરેક લોકોની ખરેખર કોઈપણ બીમારી દૂર થઈ જાય છે. આ મંદિરમાં દરેક બીમારની ફ્રીમાં સારવાર અને દવાદારૂ કરવામાં આવે છે. ઘણા મંદિરોમાં ભક્તોને ફ્રી માં જમવાનું આપે છે, પરંતુ આ મંદિરમાં દરેક બીમાર વ્યક્તિની ફ્રીમાં સારવાર કરવામાં આવે છે અને એક રૂપિયાનો પણ ચાર્જ વસુલવામાં આવતો નથી.

લખનઉમાં રામકૃષ્ણ મઠ આવેલો છે. આ મંદિરમાં ભગવાનની ભક્તિની સાથે સાથે અનેક સેવાકિય કાર્યો થાય છે. દેશમાં ઘણા લોકો એવા છે, કે મોંઘી સારવાર ના કારણે તેઓ યોગ્ય સારવાર લઇ શકતા નથી. પરંતુ આ મંદિરમાં આવનારા દરેક ભક્તોની ફ્રીમાં સારવાર થાય છે.

આટલું જ નહીં, પ્રાઇવેટ હોસ્પિટલની જેમ જ દર્દીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ છે. મોટા ભાગના ગરીબો બીમારીની સારવાર કરાવતા નથી, અને છેવટે બીમાર વ્યક્તિને ભરખી લે છે. આ મંદિરની એક અનોખી પહેલ ના કારણે આજે કેટલાય જરૂરિયાત મંદોને ફાયદો થઇ રહ્યો છે.

આટલું જ નહીં અહીંયા દર્દીઓની તપાસ પણ કરવામાં આવે છે, અને નાનામાં નાની થી લઈને દરેક મોટી બીમારીઓની સારવાર આ મંદિર દ્વારા કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં જરૂરિયાત મંદોને આ મંદિરમાં પોતાની સારવાર અર્થે આવે છે. સમાજ સેવા કરતા ઘણા પરિબળો તમે જોયા હશે, પરંતુ લોકોને નવજીવન આપવાનું કાર્ય આ મંદિર કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…