
આજના દિવસોમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને નાની ઉંમરમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ડાન્સ કરતા હાર્ટ એટેક, ક્રિકેટ રમતા હાર્ટ એટેકના ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. તો સુરતમાં પણ આવો જ બનાવ બન્યો છે. સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા એક યુવકનું રહસ્યમય મોત થતાં ચકચાર મચી જવા પામી છે.
ક્રિકેટ રમીને ઘરે આવેલા સુરતના યુવકનું મોત:
મળતી માહિતી અનુસાર, પ્રશાંત સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જોલી એન્કલેવમાં રહેતો હતો. તેમજ તે કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તેથી તે હજુ થોડા દિવસ પહેલા જ કેનેડાથી સુરત આવ્યો હતો. આ દરમિયાન ગઈકાલે સવારે તે મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંતને અચાનક છાતી દુખાવો અને ગભરામણ શરૂ થઈ હતી.
તેથી તેણે આ અંગે પરિવારને જાણ કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેને લઈને પરિવારજનોની રોકકડથી હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પ્રશાંતનું અચાનક મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. હાલ સ્મીમેરના ફોરેન્સિક મેડિસીન વિભાગના તબીબોએ જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યાં બાદ યુવકના મોતનું કારણ સ્પષ્ટ થશે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…