અકસ્માતની ઘટના પાછળ વધુ પડતી સ્પીડ અને ડ્રાઈવિંગ સમયે બેદરકારી જવાબદાર હોય છે. દેશ સહિત રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે અને તેની સાથે જાનહાનિ અને મોતના આંકડાઓમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન, વાહન ચલાવતી વખતે સાવધાની એ જ સલામતનો માર્ગ છે. ત્યારે હાલમાં એવી જ રીતે બે મિત્રોએ સાચી દોસ્તી નિભાવી અને એક સાથે આ દુનિયાને અલવિદા કહી દીધું.
મળતી માહિતી મુજબ, આ બનાવ રાજસ્થાનના જેસલમેરમાં બન્યો હતો. અહીંયા ફરવા માટે આવેલા ચાર મિત્રો જેમને અકસ્માત નડતા બે મિત્રોના મૃત્યુ થઇ ગયા હતા. આ બનાવ શુક્રવારે બન્યો હતો અને તેમાં બપોરે 1 વાગે જેસલમેરથી થોડા કિલોમીટર દૂર બાડમેર રોડ પર સગાના પિઆઉ પાસે અકસ્માત બન્યો હોવનું જણવા મળ્યું છે.
અહીંયા ઝાલોરના ચાર યુવકો જેઓ અહીંયા ફરવા માટે આવતા હતા. આ દરમિયાન, અચાનક વરસાદને લીધે ભીના રસ્તાઓ પર કાર પલટી જતા કારમાં ચાર મિત્રો બેસેલા હતા અને તેમાંથી બે યુવકોના મોત નીપજ્યા હતા અને બે મિત્રોને ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, ઝાલોરના વતની મહેન્દ્ર પુરી અને મહેન્દ્ર બાવરીનું મૃત્યુ થઇ ગયું હતું અને અશોક અને રાવતરામને ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને જવાહિર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
બાદમાં આ ઘટનાની જાણ પોલીસ દ્વારા પરિવારને પણ કરવામાં આવી હતી. પરિવારને આ અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી અને આવીને તપાસ પણ ચાલુ કરી હતી. પરિવારના લોકોને આ ઘટનાની જાણ થતા શોકનો માહોલ છવાયો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…