એકસાથે ચાર યુવાનો કેનાલમાં ડૂબતા મચ્યો હાહાકાર- હજુ સુધી કોઈના મૃતદેહ મળ્યા નથી

639
Published on: 12:22 pm, Thu, 23 December 21

ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલમાં અમદાવાદના ચાર યુવાનો ડૂબ્યા હોવાનું જાણવા મળતાં ગાંધીનગર ફાયર બ્રિગેડ તેમજ બહીયલનાં તરવૈયાની ટીમ દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો 21 વર્ષનો યુવાન સવારથી ગુમ હોવાથી તેના પિતા પણ કેનાલ પર આવી પહોચ્યા હતા.

મળતી વિગતો અનુસાર, ગઈકાલે સવારના સમયે રાયપુર નર્મદા કેનાલ પાસે બાઇક અને એક્ટિવા પર નિકુંજ અનિલભાઈ સગર (ઉ.વ 24), સાહિલ અરવિંદભાઈ પટેલ (ઉ.વ21),જયદીપ સબવાણિયા(ઉ.વ 20) અને સ્મિત રાકેશભાઈ પટેલ (ઉ.વ 19) એમ ચાર યુવાનો કેનાલ પાસે આવ્યા હતા. જેમાથી એક યુવાનનો જન્મ દિવસ હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, કેનાલ પાસે યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતા. તે દરમિયાન એક યુવાનનો પગ લપસી જવાને કારણે તે કેનાલમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો પણ કેનાલમાં ગયા હતા અને તેઓ પણ ડૂબી ગયા હતા.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના કૃષ્ણનગર વિશ્વાસ એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરવ સુરેશ ભારતી બાવાનો જન્મ દિવસ હોવાને કારણે ગઈકાલે સોસાયટીમાં રહેતા સ્મિત પટેલે બર્થડે ઉજવવા માટે કેનાલનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. અગાઉ ડભોડા મંદિરે દર્શને કરવા માટે આવેલા હોવાથી તે સમયે કેનાલ જોઈ હતી.

જેથી નક્કી થયા મુજબ પાંચ મિત્રો કેનાલ પર જન્મદિવસ ઉજવવા માટે ભેગા થયા હતા અને કેક પણ લઈ આવ્યા હતા. ત્યારબાદ કેનાલની લોખંડની ગ્રીલ પાસે કેક કાપી રહ્યા હતા અને ફોટોગ્રાફી કરી રહ્યા હતા. તે વખતે એક મિત્રનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક અન્ય ત્રણ મિત્રો પણ કેનાલમાં તેમણે બચાવવા માટે ગયા હતા. જ્યારે એક યુવાન ગૌરવ કેનાલની બહાર રહ્યો હતો. જેણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…