3500ના શેર લઇ ભૂલી ગયો, અને 43 વર્ષ પછી યાદ આવ્યું તો કિંમત હતી 1448 હજાર કરોડ રૂપિયા

204
Published on: 6:11 pm, Wed, 15 December 21

દરેક વ્યક્તિ પૈસા કમાવા માંગે છે, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે ઘણા બધા પૈસા હોય જેથી તે પોતાનું સારું જીવન જીવી શકે. અને ભવિષ્યમાં પણ કોઈ પૈસાની તંગી ન સર્જાય. લોકો માત્ર રોજીરોટી માટે કમાય છે પરંતુ વધારાની આવક માટે તેઓ ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરતા રહે છે.

લોકો પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે, કેટલાક લોકો અલગ-અલગ રીતે પૈસા કમાવવામાં પોતાનું નસીબ અજમાવતા હોય છે, જેમ કે કેટલાક લોકો લોટરીમાં હાથ અજમાવતા હોય છે, કેટલાક લોકો અલગ-અલગ કંપનીઓના શેર ખરીદે છે અને વેચે છે. હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણી ચોંકી ઉઠશો. એક વ્યક્તિ શેર ખરીદીને ભૂલી ગયો હતો અને 43 વર્ષ પછી તેને ખબર પડી કે તે હજારો કરોડ રૂપિયાનો માલિક બની ગયો છે.

કેરળમાં રહેતા એક વ્યક્તિએ આજથી 43 વર્ષ પહેલા 3500 શેર ખરીદ્યા હતા. આ શેર ખરીદ્યા પછી તે ભૂલી ગયો હતો. પરંતુ હવે જ્યારે તેને યાદ આવ્યું તો તેને ખબર પડી કે આજે તે શેરની કિંમત 1448 કરોડ રૂપિયા છે. પરંતુ આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કંપની તેમને આ શેર માટે પૈસા આપવા માંગતી નથી.

74 વર્ષીય જ્યોર્જે આ બાબતે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં અરજી કરી છે. તેણે દાવો કર્યો છે કે તે કંપનીના મૂળ શેરના માલિક છે અને કંપની હવે તેને પોતાની રકમ ચૂકવવાનો ઈન્કાર કરી રહી છે. જો કે આ બધા પછી તેમને આશા છે કે સેબી તેમને ચોક્કસ મદદ કરશે.

દાવો કર્યો છે કે 1978માં તેણે રાજસ્થાનના ઉદયપુરની મેવાડ ઓઈલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડ કંપનીમાંથી 3500 શેર ખરીદ્યા હતા. જ્યોર્જે જણાવ્યું કે કંપનીના ચેરમેન પીપી સિંઘલ જ્યોર્જના મિત્ર હતા. પરંતુ તે સમયે કંપની અનલિસ્ટેડ હતી. આ કારણોસર, તે તેના શેર વિશે ભૂલી ગયા હતા, પરંતુ 2015 માં, જ્યારે આ વ્યક્તિને આ બાબતે ફરીથી તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે કંપનીએ નામ બદલીને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ કરી દીધું છે.

જ્યારે આ વ્યક્તિને ખબર પડી કે આ કંપની લિસ્ટેડ છે, ત્યારે તેણે શેરને ડીમેટ એકાઉન્ટમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કર્યો અને એક એજન્સીનો સંપર્ક કર્યો. ત્યારપછી એજન્સીએ આ વ્યક્તિને કંપનીનો સીધો સંપર્ક કરવાની સલાહ આપી. કંપનીનો સંપર્ક કરવા પર ખબર પડી કે કંપનીએ તેના શેર 1989માં અન્ય કોઈને વેચી દીધા હતા. એટલે કે હવે કંપની પોતાનો નફો આ વ્યક્તિને આપવા માંગતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…