તારીખ 13 થી 18 સુધી અતિભારે વરસાદની આગાહી- અંબાલાલ પટેલથી લઈને હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

120
Published on: 4:30 pm, Mon, 13 September 21

લો-પ્રેશર સિસ્ટમને કારણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં સારો વરસાદ ખાબક્યો છે. તેમ છતાં ગુજરાતમાં 27-35 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. હવે આવનાર અઠવાડિયે એટલે કે, 12-18 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.

હાલમાં રાજસ્થાન પર એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જ્યારે બીજી લો-પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં ડિપ્રેશન સ્વરૂપે તૈયાર થય ગઈ છે. હાલ વેધર મોડલ મુજબ બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડિપ્રેશન સિસ્ટમને કારણે 15,16 અને 17 તારીખે મુશળધાર વરસાદ  પડી શકે છે.

લો-પ્રેશર સિસ્ટમ પણ આવનાર બે દિવસ સુધી રાજસ્થાન ઉપર રહેલ છુટા છવાયા વિસ્તારમાં વરસાદ આપી શકે છે, તે દરમિયાન બીજી મજબૂત લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સુધી પહોંચી જશે અને આ ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યમથી ભારે વરસાદ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પડી શકે છે. જો બંને લો-પ્રેશર સિસ્ટમ ભેગી થશે તો ધોધમાર વરસાદ ખાબકી શકે છે.

15-16 તારીખ દરમિયાન લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક આવતાં સારો વરસાદ ખાબકશે.  દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓ સહીત ઉત્તર ગુજરાતનાં જીલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં અતિભારે અસર જોવા મળી શકે છે. ગુજરાતમાં છેલ્લાં અઠવાડિયે જેમ વરસાદ પડ્યો હતો તેમજ આ અઠવાડિયે પણ જોવા મળશે.

આવનાર 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, 14 તારીખ પછી વરસાદનો જોર રાજ્યમાં વધુ જોવા મળી શકે છે. ભારે વરસાદ 2 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે પડી શકે છે. સમગ્ર ગુજરાતમાં 18 તારીખ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…