આ 10 વસ્તુના કારણે ઘરમાં ટકતી નથી લક્ષ્મી – આજે જ દુર કરો અને જુઓ પછી ચમત્કાર!

152
Published on: 11:47 am, Sun, 3 October 21

મોટાભાગના લોકો જાણતા જ હોય છે કે, નિર્જીવ વસ્તુઓમાં પણ નકારાત્મક ઉર્જા રહેલી હોય છે કે, જે ઘરમાં નકારાત્મક ઉર્જાની સાથે વસ્તુઓ રાખવાથી વ્યક્તિમાં કમનસીબી તથા ગરીબી આવતી હોય છે. ભૂલથી પણ આ વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ. જો આમાંથી કોઈપણ વસ્તુ ઘરમાં હોય તો તરત જ તેને દૂર કરો અને પછી જુઓ ચમત્કાર…

જૂના અથવા ફાટેલા કપડાં:
મોટાભાગનાં લોકોના ઘરમાં ફાટેલા કપડાંનો પોટલી રહેલી હોય છે. ફાટેલા કપડા અથવા તો ચાદર પણ ઘરમાં નકારાત્મક ઉર્જા બનાવતા હોય છે ત્યારે આવા કપડા દાન કરવા જોઈએ અથવા તો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગમાં લેવા જોઈએ.

જૂની મૂર્તિઓ ન રાખવી:
ફાટેલા તેમજ જૂના ચિત્રો અથવા તો દેવ-દેવીઓની તૂટેલી મૂર્તિઓ પણ આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. જેથી, તેઓને નદીમાં ફેંકવા જોઈએ. દેવી-દેવતાઓનાં ચિત્રો અથવા તો મૂર્તિ ચોક્કસ જગ્યાએ રાખવી જોઈએ. જ્યારે વાસ્તુ ખામી હોય ત્યારે દેવ-દેવતાની તસવીરો હોય.

ઘરની છત પર આ ધ્યાન રાખવું:
ઘરની છત પર પડેલો ગંદકી પણ પૈસાની તંગીમાં વધારો કરી શકે છે. જેનાથી પરિવારના કલ્યાણ પર ખરાબ અસર પડી શકે છે. ઘરની છત પર જંક અથવા તો બિનજરૂરી ચીજ પણ રાખશો નહીં. જેનાથી પરિવારજનો પર ખરાબ અસર પડી શકે છે. આની સાથોસાથ જ ચિત્ર દોષ પણ ઉદભવી શકે છે.

પથ્થર અથવા રત્ન:
કેટલાક લોકો બિનજરૂરી પત્થરો, વીંટીઓ, તાવીજ અથવા તો બીજો કોઈ સામાન તેમના મકાનમાં ક્યાંક ને ક્યાંક રાખતા હોય છે ત્યારે કયા રત્નને રાખવાથી ફાયદો થઈ રહ્યો છે અને કયા રત્નને નુકસાન થઈ રહ્યું છે તે જાણ્યા વગર એને રાખવું જોઈએ નહીં. આવા પ્રકારની સામગ્રી ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

તૂટેલી વસ્તુઓ ન રાખવી:
ઘરમાં કોઈપણ પ્રકારની તૂટેલી અથવા તો બિનજરૂરી વસ્તુઓ રાખવી જોઈએ નહીં. જેનાથી ઘરમાં વાસ્તુ ખામી સર્જાતી હોય છે કે, જેને લીધે લક્ષ્મીનું આગમન થતું અટકી જાય છે. ખાસ કરીને તો કોઈ કાચની સામગ્રી ઘરમાં તૂટી પડવાની આશંકા હોવી જોઈએ નહીં.

જુના ફોટાઓ ન રાખવા:
એવું પણ કહેવાય છે કે, તાજમહેલની તસવીરો, ડૂબતી નૌકા અથવા જહાજ, ફુવારાઓ, જંગલી પ્રાણીઓના ચિત્રો અથવા તો કાંટાવાળા છોડને ઘરમાં રાખવા જોઈએ નહીં. જેની મન ઉપર ખરાબ અસર પડે છે તેમજ આ ચિત્રોને સતત જોતા જીવનમાં સારી ઘટનાઓ બનવાનું બંધ થઈ જતું હોય છે.

તૂટેલા કબાટ ન રાખવા:
ઘર અથવા તો દુકાનની કોઈપણ આલમારી તૂટેલી ન હોવી જોઈએ. તૂટેલી અલમારીમાં કપડા રાખવાથી પૈસાની ખોટ થાય છે. આની સિવાય કામ કરતી વખતે હંમેશા આલમારી બંધ રાખવી જોઈએ. આલમારીને બિનજરૂરી રીતે ખુલ્લા રાખવાથી અન્ય કામમાં અવરોધ આવે છે તેમજ પૈસા પણ પાણીની જેમ વહે છે.

કરોળિયાના જાળાને ઘરથી દુર રાખો:
ઘરમાં બનેલ કરોળિયાના જાળાઓને તરત જ કાઢી નાંખવા જોઈએ. જે તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં પલટાવી શકે છે. ઘરની દુકાનમાં કરોળિયાના જાળાને લીધે કેટલીક વાસ્તુ ખામી સર્જાતી હોય છે કે, જેથી ઘરની દુકાનમાં હાજરી હોવી અશુભ માનવામાં આવે છે.

તૂટેલા સોફા, ખુરશી અને ટેબલ ન રાખવા:
જો તમારા ઘરમાં કોઈ તૂટેલી ખુરશી અથવા તો ટેબલ પડેલું છે, તો તરત જ તેને ઘરમાંથી કાઢી નાખવું. જે તમારા પૈસા તેમજ પ્રગતિને અવરોધે છે. બેઠક અથવા તો સોફા પણ ફાટેલા અથવા તૂટેલા ન હોવા જોઈએ. જેના પર નાખવામાં આવેલ ચાદર પણ ગંદા અથવા તો ફાટેલી ન હોવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…