સતત બીજા દિવસે મેઘરાજાએ જમાવી જમાવટ: અતિભારે વરસાદ વરસતા રાજ્યમાં દેખાયા જળબંબાકારનાં દ્રશ્યો

Published on: 11:11 am, Fri, 3 September 21

આઠમની રાત્રી બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનો માહોલ શરુ થઈ ચુક્યો છે ત્યારે હાલમાં અતિભારે વરસાદને લઈ એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. સવારે વરાપ નીકળ્યા પછી બપોર પછી હવામાનમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો.

બપોર બાદ ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેટોડા GIDC તથા લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. સમગ્ર શહેરમાં પણ ધોધમાર વરસાદી ઝાપટુ વરસયું હતું.

ગઇકાલે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો:
ગઇકાલે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. જેમાં સૌથી વધારે 4 ઇંચ વરસાદ ગોંડલમાં નોધાયો હતો. જ્યારે શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. જસદણમાં દોઢ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં ફક્ત 2 ઇંચ વરસાદમાં ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જયારે ગોંડલમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

આજી-2 ડેમના નીચાણવાળા વિસ્તારના લોકોએ સાવચેત રહેવું:
રાજકોટ પાસેની માધાપરની આજી-2 ડેમમાં ઉપરવાસમાં અતિભારે વરસાદને લીધે પાણીની આવક થઈ જતાં ડેમ 90% ભરાઈ ગયો છે તેમજ પાણીની આવક શરુ થઈ ગઈ છે. ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. જેથી ડેમની નીચાણવાળા વિસ્તારના અડબાલકા, બાધી, દહિંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, સખપર, મનહરપુર વગેરે ગામલોકોએ નદીનાં પટમાં અવર-જવર ન કરવા તેમજ સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી જણાવી દેવાયું છે.

જળાશયોમાં સરેરાશ 31.16% પાણી:
જિલ્લાના અનેકવિધ જળાશયો પૈકી ગઇકાલે ભાદર ડેમ પર 8 મીમી વરસાદની સાથે જળ સપાટી કુલ 19.90 ફૂટ, મોજ ડેમ પર 10 મીમી વરસાદનીં સાથે 35.90 ફૂટ, વેણુ-2 ડેમ પર 5 મીમી વરસાદની સાથે 14.90 ફૂટ, સુરવો પર 30 મીમી વરસાદ સાથે 4.40 ફૂટ, વાછપરી પર 5 મીમી વરસાદ, ન્યારી-1 ડેમની જળ સપાટી 17.10, છાપરાવાડી-2 માં 2 મીમી વરસાદ સાથે 0.80 ફૂટ પાણી ભરાઈ ગયું છે.

જયારે ઈશ્વરિયા 10 મીમી વરસાદ સાથે જળ સપાટી 1.30 ફૂટ, ભાદર- 2 ડેમમાં 14 મીમી વરસાદ સાથે જળ સપાટી 11 ફૂટ, કર્ણકી 50 મીમી વરસાદ સાથે જળ સપાટી 9.20 ફૂટની સાથે જિલ્લાના જળાશયોમાં સરેરાશ 31.16% પાણી હાલની સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…