સોનાની મુરત સમાન સુરતની મેઘરાજાએ તસ્વીર બદલી નાંખી- અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો

202
Published on: 12:10 pm, Tue, 28 September 21

ઉપરવાસમાં પડેલ અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ ઉકાઇ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે શહેરના કોઝવેની સપાટીમાં સડસડાટ વધારો જોવા મળ્યો છે. તાપી નદીનું જળ સ્તર વધતાં સિઝનમાં સૌપ્રથમ વખત શહેરમાં કોઝવેની સપાટી રાત્રે 12 વાગ્યે 8.75 મીટરે પહોંચી ગઈ હતી.

જયારે ડેમનો ડિસ્ચાર્જ વધારો કરીને 2 લાખ સુધી કરતાં મધરાત સુધીમાં સપાટી 9 મીટર સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 18 જ કલાકમાં સપાટીમાં દોઢ મીટરનો વધારો જોવા મળ્યો છે. એકસાથે 2.50 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ થશે તો ફલડગેટ બંધ કરવાનો વારો આવશે.

ઉધનામાં સવા ઇંચ વરસાદ: ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
મંગળવારનાં રોજ સમગ્ર શહેરમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ફક્ત ઉધનામાં જ 1.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સેન્ટ્ર્લમાં 7 મિમી, વરાછામાં 2 મિમી, રાંદેરમાં 5 મિમી, કતારગામમાં 8 મિમી, લિંબાયતમાં 13 મિમી, અઠવામાં 6 મિમી વરસાદ નોંધાયો હતો. આગામી 3 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 20 જિલ્લામાં યલો એલર્ટ આપી દેવાયું છે. આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદ થવાની આશંકા રહેલી છે ત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી જ કડાકાભડાકા સાથે વરસાદ શરુ થયો હતો.

વહેલી સવારથી જ ફક્ત પશ્ચિમ વિસ્તારમાં જ અડધો કલાક વરસાદ પડ્યો હતો કે, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં સરેરાશ 85% વરસાદ થયો છે. ગત વર્ષે 27 સપ્ટેમ્બર સુધીમાં 135% વરસાદ નોંધાયો હતો.

ગત વર્ષ કરતાં આ વર્ષની તુલના કરીએ તો હાલમાં પણ હજુ 50% વરસાદ ઓછો છે. રાજ્યમાં હજુ પણ 10% વરસાદની ઘટ રહેલી છે ત્યારે આ સીઝનમાં અત્યાર સુધીમાં પડેલ વરસાદમાં 50% વરસાદ સપ્ટેમ્બરમાં જ નોંધાયો છે. લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…