રાજ્યમાં સૌપ્રથમવાર 57 ધરતીપુત્રોએ મળીને ખેતીક્ષેત્રમાં હાથ ધર્યો નવતર પ્રયોગ- જાણીને ગર્વ થશે

Published on: 3:32 pm, Wed, 18 August 21

રાજ્યના ખેડૂતો અવારનવાર અનેકવિધ પાકોની ખેતીમાં નવતર પ્રયોગ કરતા રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના 57 ખેડૂતોએ મળીને 16 હેક્ટરમાં હળદરની ખેતીની શરૂઆત કરી છે. જો કે, સૌપ્રથમવાર હળદરની ખેતી કરી રહેલ ખેડૂતોને ખાનગી કંપનીના ખેતી વૈજ્ઞાનિકો તરફથી જરૂરી માર્ગદર્શન પણ મળી રહ્યું છે.

આની સાથે જ સમગ્ર જિલ્લાના માણસા તથા દહેગામ તાલુકાના ખેડૂતોએ પ્રાયોગિક ધોરણે હળદરની ખેતીની શરૂઆત કરી છે. જો કે, ચાલુ વર્ષ દરમિયાન ભલે વરસાદની ખેંચ હોય પણ જિલ્લાના માણસા તથા દહેગામ તાલુકાના કુલ 57 ખેડૂતોએ સૌપ્રથમવાર હળદરની ખેતીનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

હળદરની ખેતી કરતા ખેડૂતોના જણાવ્યા પ્રમાણે શાકભાજીની ખેતીની જેમ જ હળદરની ખેતીની શરૂઆત કરવામાં આવી છે. ખાનગી કંપનીના સહયોગથી હળદરની ખેતી પ્રાયોગિક ધોરણે શરૂઆત કરવામાં આવી છે. અંદાજે એકાદ દાયકા અગાઉ જિલ્લાના અમુક ખેડૂતોએ ખરીફ પાકમાં મગફળીની ખેતીનો પ્રયોગ શરૂ કર્યો હતો. જેથી હાલમાં જિલ્લાના ખેડૂતોએ ડાંગરની ખેતી પડતી મૂકીને મગફળીની ખેતીની શરૂઆત કરવામાં આવી છે.

જો જિલ્લાના 57 ખેડૂતો હળદરની ખેતીમાં સફળ થશે તો આગામી સમયમાં જિલ્લાના બીજા ખેડૂતો પણ હળદરની ખેતી કરવા પ્રેરાય તેવી આશંકા રહેલી છે. માણસા તાલુકાના પુંધરા, લોદરા, બદપુરા, અનોડિયા તથા ખડાત ગામના 54 ખેડૂતોએ મળીને 13 હેક્ટરમાં હળદરનું વાવેતર કર્યું છે.

હળદરનો પાક તૈયાર થતા 9 મહિના લાગે:
હળદરનું વાવેતર મે-જૂન મહીનામાં કરવામાં આવે છે. પાકને તૈયાર થતાં 9 મહિના જેટલો સમય લાગે છે. હળદર પાકની ખેતી ભેજયુક્ત વાતાવરણ હોય તેવા વિસ્તારોમાં વધારે પ્રમાણમાં થાય છે. હળદરના પાકને 20 દિવસે એક પિયત આપવું પડે છે.

ખાતર કે દવાના છંટકાવની જરૂર નથી:
હળદરની ખેતી કરવા માટે ખેડૂતોને રાસાયણિક ખાતર અથવા તો દવાનો છંટકાવ ખુબ ઓછો કરવો પડે છે. હળદરના વાવેતર દરમિયાન પોટાસ નાંખવામાં આવે છે. ત્યારપછી કોઇપણ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી. આની ઉપરાંત રોગ અથવા તો કિટકનો ઉપદ્રવ થતો ન હોવાને લીધે દવાનાં છંટકાવની જરૂર પડતી નથી.

ગાંઠો બાંધતા શરૂમાં સડો લાગે છે:
હળદરના પાકનું વાવેતર કર્યા પછી ફક્ત શરૂઆતમાં જ પોટાસ નાંખવો પડે છે. ત્યારપછી ખાતરની જરૂર પડતી નથી. પાકને ગાંઠો બંધાવવાની શરૂઆત થાય ત્યારે એમાં સડો લાગતો હોય છે. આ સમયે ખેડૂતે તકેદારી રાખીને સડો લાગે નહી એના માટે દવાનો છંટકાવ કરવો પડતો હોય છે.

રાજ્યમાં વલસાડ, પંચમહાલ, નવસારી , આણંદ સહિત કેટલાક જિલ્લાઓમાં હળદરની ખેતી કરવામાં આવે છે. આ પાકને તૈયાર કરવામાં 35 જેટલા પિયતની જરૂર પડે છે. ખુબ ઓછા વરસાદમાં હળદરનો પાક સારો થતો હોય છે. વધારે પડતો વરસાદ પડે તો પાકને નુકસાન પણ થઈ શકે છે.