સતત 22માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં… – જાણો તમારા શહેરના ભાવ

Published on: 12:22 pm, Thu, 23 December 21

સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા દરો સવારે 6 વાગ્યે જાહેર કર્યા છે. નવા દર મુજબ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આજે પણ દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

દિવાળી બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો જોવા મળ્યો નથી. અત્યારે દેશભરમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં વેચાઈ રહ્યું છે, જ્યાં પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લિટર છે. જો દેશના મહાનગરોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તું છે.

મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર છે. તેમજ ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર છે. જયારે લખનઉમાં પેટ્રોલ રૂ. 95.28 અને ડીઝલ રૂ. 86.80 પ્રતિ લીટર છે. તેમજ ગાંધીનગરમાં પેટ્રોલ રૂ. 95.35 અને ડીઝલ રૂ. 89.33 પ્રતિ લીટર છે. પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ જાહેર કરવામાં આવે છે. તેમજ ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે છેલ્લા 15 દિવસમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના દરોમાં સુધારો કરે છે. ઈન્ડિયન ઓઈલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવોની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ સુધારાને સવારે 6 વાગ્યાથી અમલમાં મૂકવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…