
ગુજરાતમાં ડ્રેગન ફ્રુટનું નામકરણ કરવામાં આવ્યું હોવાથી આ ફળને કમલમ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ ફળની ખેતી ધીમે-ધીમે રાજ્યના ખેડૂતો કરતા થયા છે. આ ખેડૂતોની મહેનત હાલમાં રંગ લાવી છે. ગુજરાત તથા પશ્ચિમ બંગાળના ખેડૂતોએ પકવેલા રેષા તથા ખનીજ તત્વોથી ભરપૂર વિદેશી ફ્રૂટ ‘ડ્રેગન ફ્રૂટ’ની નિકાસને મોટું પ્રોત્સાહન મળ્યું છે.
આ ફ્રૂટની નિકાસ સૌપ્રથમવાર બ્રિટનના લંડન તથા બહેરિનમાં કરવામાં આવી છે. જ્યારે લંડન નિકાસ કરવામાં આવેલ વિદેશ ફ્રૂટનો જથ્થો રાજ્યના કચ્છ વિસ્તારના ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો. જયારે ગુજરાતના ભરૂચમાં APEDA રજિસ્ટર્ડ પેકહાઉસ દ્વારા નિકાસ કરવામાં આવી હતી.
આની સાથે જ બહેરિન નિકાસ થયેલ ડ્રેગન ફ્રૂટનો જથ્થો પશ્ચિમ બંગાળનાં ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો તેમજ કોલકાતામાં APEDA રજિસ્ટર્ડ કંપની દ્વારા એની નિકાસ કરવામાં આવી હતી. જૂન વર્ષ 2021ની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં આવેલ સાંગલી જિલ્લાના તડસર ગામના ખેડૂતો પાસેથી ડ્રેગન ફ્રૂટનો જથ્થો મળી રહ્યો હતો.
જેને APEDAની માન્યતા પ્રાપ્ત નિકાસકાર દ્વારા દુબઈમાં નિકાસ કરવામાં આવી હતી. દેશમાં ડ્રેગન ફ્રૂટનાં ઉત્પાદનની શરૂઆત વર્ષ 1990ના દાયકાથી થઈ હતી તેમજ એનું વાવેતર ઘરના બગીચામાં કરવામાં આવતું હતું. જયારે એની ઊંચી નિકાસ મૂલ્યને લીધે વિદેશી ડ્રેગન ફ્રૂટ સમગ્ર દેશમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ખુબ લોકપ્રિય બન્યું છે.
આની સાથે જ દેશના અનેકવિધ રાજ્યોમાં એની ખેતી શરૂઆત થઈ ચુકી છે. ડ્રેગન ફ્રૂટની મુખ્ય 3 જાત રહેલી છે કે, જેમાં ગુલાબી કવચ સાથે વ્હાઇટ ફ્લેશ, ગુલાબી કવચ સાથે રેડ ફ્લેશ તથા પીળા કવચ સાથે વ્હાઇટ ફ્લેશનો સમાવેશ થાય છે. જો કે, ઉપભોક્તાઓ રેડ તથા વ્હાઇટ ફ્લેશને વધુ પસંદ કરે છે.
ડ્રેગન ફ્રૂટનું વાવેતર મુખ્યત્વે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, આંધ્રપ્રદેશમાં કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળ આ વિદેશી ફ્રૂટની ખેતીમાં નવું સામેલ થયેલ રાજ્ય છે. ડ્રેગન ફ્રૂટનું વૈજ્ઞાનિક નામ હાયલોસેરેયસ અનડેટસ રહેલું છે કે, જેની ખેતી મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં કરવામાં આવે છે.
આ બધા દેશ ભારતીય ડ્રેગન ફ્રૂટના મુખ્ય હરિફો છે. ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે ખુબ ઓછા પાણીની જરૂરીયાત રહે છે તેમજ અનેકવિધ પ્રકારની જમીનમાં ખેતી થઈ શકે છે. ફ્રૂટમાં રેષા, વિવિધ વિટામિન, ખનીજ તત્વો તથા એન્ટિઓક્સિડન્ટ્સ રહેલા હોય છે.
આ ઓક્સિડેટિવ તણાવને લીધે નુકસાન થતા કોષને સુધારવામાં તેમજ દહન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે અને પાચન વ્યવસ્થા પણ સુધારે છે. ફ્રૂટની પાંદડીઓ તેમજ ડાળીઓ કમળ જેવી હોવાને લીધે એને રાજ્યમાં કમલમ પણ કહેવામાં આવે છે.
PM મોદી કચ્છના ખેડૂતોને ફળની ખેતી કરીને એના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની સુનિશ્ચિતતા કરવા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જ્યારે ફળની નિકાસ બ્રિટન તથા બહેરિનમાસ કરવામાં આવી છે, ત્યારે પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થયું છે.