સમગ્ર દેશ-વિશ્વમાં કોરોના મહામારીએ ખુબ વિનાશ વેર્યો છે ત્યારે હજુ પણ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે ત્યારે આ કેસને અટકાવવા મોં પર માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની પણ સલાહ આપવામાં આવે છે. હવે તો કોરોના સાથે બીજી બીમારીઓના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.
આવા સમયે તંદુરસ્તી માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જરૂરી બની છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય ત્યારે શરીર આસાનીથી કોઈપણ બીમારીનો ભોગ બની શકે અથવા તો વાયરસના સંપર્કમાં આવી શકે છે. આવ સમયે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે એવા આહારની જરૂર પડે છે.
એન્ટીઓક્સિડન્ટ ધરાવતા પદાર્થ:
ડુંગળી, લસણ, આદુ, ગાજર તથા કોળા જેવામાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં રહેલા હોય છે. આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય વધે છે. આ વસ્તુઓ કેટલાક વિટામિનથી ભરપૂર હોય છે. તેમનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થતી હોય છે તેમજ શરીરને વાયરલ ચેપ સામે લડવામાં મદદ મળે છે.
તુલસી:
આપને જણાવી દઈએ કે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તુલસીને સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ સવારમાં તુલસીની સાથે 3-4 કાળા મરી તથા એક ચમચી મધ મિશ્ર કરીને તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
સ્ટાર એનિસ:
સ્ટાર અનિસ એટલે કે, ચક્રફૂલમાં શિમિક એસિડ નામનું સંયોજન રહેલું હોય છે. 15 વર્ષથી તેનો ઉપયોગ છેલ્લા એન્ટિવાયરલ દવાઓનું સંશ્લેષણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક ફાયદાકારક તત્વો રહેલા હોય છે. થાઈ સૂપ, કરી, શાકભાજી વગેરેને બનાવવા માટે સ્ટાર એનીસનો ઉપયોગ મસાલા તરીકે થતો હોય છે. આની ઉપરાંત તેના 2 ટુકડા પાણીમાં 15 સુધી ઉકાળીને પાણી નવશેકું થાય ત્યારે પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
લાલ કેપ્સિકમ:
આની સાથોસાથ લાલ મરચાં પણ આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં મદદરૂપ થતા હોય છે. વિટામિન C તેમજ બીટા કેરોટીનથી ભરપૂર હોય છે. આની ઉપરાંત તંદુરસ્ત શરીર માટે જરૂરી કેટલાક પોષકતત્વો એમાં રહેલા હોય છે.
હળદર:
હળદરના ગુણ વિશે ખુબ ઓછા લોકો જાણતા હોય છે કે, તે એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે. હળદરમાં કરક્યુમિન નામનું સંયોજન રહેલું હોય છે કે, જે શરીર માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખોરાકમાં હળદર તથા મરીનો નિયમિત ઉપયોગ સ્વાદમાં વધારો કરે છે તથા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
વિટામિન Cથી ભરપૂર વસ્તુઓ:
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે વિટામિન-C ધરાવતી વસ્તુઓને રામબાણ ઈલાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. નારંગી, જામફળ, આમળા, બેરી, લીંબુ વગેરેમાં C વિટામિન ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે. આની સાથે જ તમે તમારા આહારમાં મોરિંગા, તુલસી, સ્પિરુલેના, લીમડા, ગ્રીન ટી વગેરે જેવી વસ્તુઓ પણ સામેલ કરી શકો છો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…